મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે ટ્રકમાંથી લોખંડના સળીયાની ચોરીનો પર્દાફાશ કર્યો: ૩૨.૯૫ લાખનો મુદ્દામાલ કબજે


SHARE











મોરબી એલસીબીની ટીમે ટ્રકમાંથી લોખંડના સળીયાની ચોરીનો પર્દાફાશ કર્યો: ૩૨.૯૫ લાખનો મુદ્દામાલ કબજે

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં લોખંડની ચોરી કરવામાં આવી રહી હતી અને ટ્રકમાંથી ગેરકાયદેસર લોખંડના સળિયા કાઢતા હતા ત્યારે મોરબી એલસીબીની ટીમે રેડ કરી પોલીસે કુલ ૩૨.૯૫ લીખનો મુદામાલ કબજે કરેલ છે જોકે આરોપીઓ પોલીસને જોઇને નાશી ગયા હતા

જાણવા મળતી માહિતી મુજબ હળવદ-માળીયા હાઇ-વે પરથી પસાર થતા ટ્રકમાંથી લોખંડ ચોરી કરવામાં આવે છે તેવી હકકીત હતી જેથે મોરબી એલસીબીની ટીમે શનિવારે રેડ કરી હતી ત્યારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમ આવેલ ઇનોવિન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં અમુક શખ્સો ટ્રકમાંથી લોખંડના સળિયા ટ્રકના ડ્રાઈવરો સાથે સંપર્ક કરી ટ્રકમાંથી કાઢતા હતા જોકે એલસીબી ની ટીમ દ્વારા રેડ પાડતાની સાથે જ ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરી કરતા શખ્સો તેમજ ડ્રાઇવર ત્યાંથી અંધારા નો લાભ લઈને નાસી છૂટીયા હતા જોકે એલસીબીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી ૪૧૭૯૦ કિલો લોખંડના સળિયા જેની કિંમત ૨૨,૯૫,૧૫૦ તેમજ ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૨૦૯૪ જેની કિંમત દસ લાખ આમ કુલ મળીને ૩૨,૯૫,૧૫૦ ના મુદ્દા માલને પોલીસે કબજે કર્યો છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શકપડતી મિલકત તરીકે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આ ટ્રક ચોરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે તે દિશામાં પોલીસવાળા હવે તપાસ શરૂ કરવામાં આવશે આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ ઢોલ, ચંદુભાઈ કાણોતરા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર, તેજસભાઈ વિડજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવેલ છે






Latest News