મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં પ્રેમિકાનો સોશિયલ મીડિયાથી ન્યુડ વિડિયો બનાવીને વાયરલ કરનારા પ્રેમી સહિત બે સામે ગુનો નોંધાયો


SHARE







હળવદ તાલુકામાં પ્રેમિકાનો સોશિયલ મીડિયાથી ન્યુડ વિડિયો બનાવીને વાયરલ કરનારા પ્રેમી સહિત બે સામે ગુનો નોંધાયો

વર્તમાન સમયમાં સમાજ માટે ચિંતાજનક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટનો દુર ઉપયોગ કરીને મોરબી જીલ્લામાં પ્રેમીકાનો વીંધાજનક વિડિયો સ્ક્રિન રેકોર્ડરનો ઉપયોગ કરીને બનાવી લેવામાં આવ્યો હતો અને યુવતીના ન્યુડ વિડીયો આધારે યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં વિડીયો વાયરલ કરી દેતા યુવતીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદને આધારે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહેલ છે

બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે હળવદ તાલુકા વિસ્તારમાં રહેતી યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ એટલે કે વ્હોટસએપ વિડિયો કોલ કરીને તેના પ્રેમી યુવાને તે યુવતી નો ન્યુડ વિડિયો બનાવી લીધો હતો અને ત્યારબાદ તેને આધારે તે યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા કિશન દિનેશભાઈ દલવાડી નામના શખ્સની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેમજ આરોપીની મદદ કરનાર અનિલ છગનભાઇ દલવાડી રહે. રણજીતગઢ વાળાની સામે પણ ગુનો નોંધાયો છે હાલમાં ભોગ બનેલ યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે શરૂ કરી છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે






Latest News