મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદ યાર્ડના કમિશન એજન્ટને તેના જ કર્મચારી ૬૯.૬૪ લાખનું બુચ મારી દીધું !


SHARE







હળવદ યાર્ડના કમિશન એજન્ટને તેના જ કર્મચારી ૬૯.૬૪ લાખનું બુચ મારી દીધું !

હળવદ યાર્ડમાં જુદી જુદી પેઢીઓ પાસેથી તલની ખરીદી કરીને તેમજ ખેડૂતો પાસેથી તલની ખરીદી કરવામાં આવી હતી અને જે પેઢી દ્વારા તલની ખરીદી કરવામાં આવી હતી તેના કર્મચારી દ્વારા ખરીદી, વેચાણ તથા કમિશન પેટે કુલ મળીને ૬૯,૬૪,૮૬૮ રૂપિયાનો ફરિયાદી યુવાનની જાણ બહાર વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી કરીને પેઢીના માલિકે હાલમાં તેના જ કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના રતનપર ગામના રહેવાસી અને હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા કમિશન એજન્ટ નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત (૪૨)એ તેના કર્મચારી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા રહે. કણબીપરા રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ માર્કેટિંગ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગ નામની તેઓની દુકાન આવેલ છે જેમાં તેનો માસીનો દીકરો હરપાલભાઈ હેમુભાઇ ટાંક તેનો ભાગીદાર છે અને તેઓની પેઢીમાં ઉમેશભાઈ નરસિંહભાઈ પારેજીયાને પગારદાર કર્મચારી તરીકે ૨૨/૩/૨૩ થી રાખવામાં આવ્યા હતા અને તેને માસિક રૂપિયા ૧૦૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે જય કિસાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી ૩૭,૩૪,૧૧૪ રૂપિયાના તલની ખરીદી કરી હતી અને તે પૈકી ૧૨,૦૧,૬૪૫ તેના દ્વારા ચૂકવવામાં આવ્યા છે અને બાકીના ૨૫,૩૨,૪૬૯ અન્ય વેપારીઓને ચૂકવવાના બાકી છે તેમજ જય કિસાન ટ્રેડિંગ મારફતે ખેડૂતો પાસેથી વેપારીઓને તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિસાન ટ્રેડિંગના લેવાના રૂપિયા અને કમિશનના રૂપિયા આમ કુલ મળીને ૩૨,૩૦,૭૫૪ રૂપિયા લેવાના થાય છે જે આરોપીએ ખરીદી, વેચાણ થતા કમિશનના રૂપિયા મળીને કુલ ૬૯,૬૪,૮૬૮ રૂપિયા ફરિયાદીની જાણ બહાર વિશ્વાસઘાત કરીને લઇને નાસી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા કમિશન એજન્ટ દ્વારા હાલમાં તેના કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News