મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબામાં કારખાના ખડકી દેનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ કરો: એનએસયુઆઈ


SHARE







મોરબી-વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબામાં કારખાના ખડકી દેનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ કરો: એનએસયુઆઈ

મોરબી તાલુકાનાં પાનેલી અને વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે સરકારી જમીન ઉપર સીરામીક કારખાનાના બાંધકામ થઈ ગયેલ છે અને આ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કરીને સરકારી ખરાબાની જમીન ઉપર પેશકદમી કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની માંગ કરાઇ છે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની રજુઆત કરી  છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર અને મોરબી તાલુકાનાં પાનેલી ગામે સરકારી ખરાબાની જમીન પર સીરામીક કારખાના વાળાએ અંદાજીત ૧૦ વિઘા જમીન ઉપર બાંધકામ કરી લીધેલ છે જેને હટાવવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને કરોડોની જમીન પર પેશકદમી કરનારાઓની સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને દબાણ હટાવવાની રજૂઆત કરી છે આ તકે મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ભાવિકભાઈ મૂછડિયા, યુવા કોંગ્રેસનાં પ્રવકતા પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, એનએસયુઆઈના ગુજરાતનાં મહામંત્રી કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા 






Latest News