મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડી પાડ્યો


SHARE







મોરબીમાં દારૂના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડી પાડ્યો

મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ગુનો નોંધાયો હતો.તે ગુનામાં છેલ્લા કેટલાક સમયથી આરોપી ફરાર હતો જેને એલસીબીના સ્ટાફે પકડી પડ્યો છે.

રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવી હોય મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનામાં ફરાર આરોપીઓને પકડી પડવા સૂચના આપી હતી.દરમિયાનમાં મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાનમાં એલસીબી પેરોલફર્લો ટીમના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા રહે.વીસીપરા મસ્જીદ વાળી શેરીમાં વાળો હાલે તેના રહેણાંક મકાન વાળી શેરીમાં ઉભેલ હોવાની હકીકત મળતા પોલીસે ત્યાં રેડ કરીને દારૂના ગુનામાં ફરાર આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા જાતે સંધી (ઉમર ૨૫) રહે.વીસીપરા મસ્જીદ વાળી શેરી મળી આવતા તેને પકડીને હાલ બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો.

કેમિકલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેરમાં આવેલા જીનપરા વિસ્તારમાં રહેતી અવનીબેન હિતેશભાઈ દલસાણીયા (૨૫) નામની મહિલા ઘરે કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી ગઈ હતી જેથી કરીને તેણીને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલએ લાવવામાં આવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપર શાક માર્કેટ પાસેથી બાઈક લઈને જતા બે યુવાનોના બાઇકની આડે કૂતરો ઉતરતા બંને યુવાનો નીચે પટકાયા હતા જે બનાવમાં ધરમશીભાઈ હીરાભાઈ (ઉમર ૫૨) અને દશરથજી રાઘુજી ઠાકોર (ઉમર ૧૮) રહે.બંને પાટણ વાળાઓને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા






Latest News