ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાવાઝોડામાં પહેલો ભોગ લેવાયો : મોરબીના સીરામીક કારખાનામાં ચીમની તૂટીને પાઇપ માથા ઉપર પડતા દુર્ઘટનામાં એક મહિલાનું મોત


SHARE







વાવાઝોડામાં પહેલો ભોગ લેવાયો : મોરબીના સીરામીક કારખાનામાં ચીમની તૂટીને પાઇપ માથા ઉપર પડતા દુર્ઘટનામાં એક મહિલાનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ કોયા સીરામીક નામના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો છે.જેમાં કારખાનાની ચીમની ધડાકાભેર તૂટીને પડતા તેમાં રહેલ પાઇપ માથા ઉપર લાગતા નીચે રહેલ પરપ્રાંતીય મજુર પરીવારની મહિલાનું મોત નીપજેલ છે.

 

તાજેતરમાં વાવાઝોડાની પરિસ્થિતિ છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે મોરબીમાં કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સિરામીકના કારખાનાઓ હાલ બંધ કરવા માટે કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવેલ છે અને મોરબીના સીરામીક એસોસિયેશન દ્વારા પણ લોડીંગ-અન લોડિંગ બંધ કરીને કારખાનાઓ સદંતર બંધ કરવામાં આવે તેવી તમામ યુનીટોને સુચના આપવામાં આવેલ છે. દરમિયાનમાં મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ કોયા ગ્રેનાઈટો નામના કારખાનામાં અકસ્માત બનાવ બન્યો છે.જેમાં પવનના પગલે યુનીટમાં ચીમની તૂટી પડી હતી અને તુટેલી ચીમનીમાંથી લોખંડનો પાઇપ નીચે પડ્યો હતો જે પાઇપ નીચે રહેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના કોયા ગ્રેનાઈટો રંગપર ગામની સીમમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મજુર પરિવારના રામકન્યાબેન બનેસંગભાઈ વર્મા (ઉંમર ૪૦) નામની મહિલાના માથા ઉપર પડતા રામકન્યાબેન વર્માનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.બનાવને પગલે તેમના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા સિવિલેથી હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા બીટ જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે. અત્રે નોંધનીય છે કે આગામી તા.૧૪-૧૫ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી હોવાના કારણે મોરબીના સિરામીક, પેપરમીલ, સનમાઇકા તેમજ અન્ય કારખાનાઓમાં મજૂરોને સલામત સ્થળે રાખવામાં આવે તે જરૂરી બન્યું છે અને જાનમાલની હાની ન થાય તે માટે ઊંચાઈ ઉપર રહેલા બોર્ડ-હોર્ડીગ કે અન્ય એવી બાબતો કે જે ભયજનક સ્થિતિ ઉભી કરી શકે તેને ઉતારી લેવી જોઈએ તે હાલ હિતાવહક છે.

 

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી સુરેશભાઈ ઓખાભાઈ (ઉમર ૨૦) રહે.મોરબી વાળાઓ અહીંના શનાળા રોડ ઉપર સ્કાય મોલ નજીકથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જતા તેમને ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ પથકના વી.કે.ફૂલતરીયા તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના આંદરણા ગામના રહેવાસી રેવાબેન રતનભાઇ નાયક નામના ત્રીસ વર્ષીય મહિલાને ગત તા.૯ ના રોજ નડિયાદ નજીક સરકારી બસ અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં ઇજા પહોંચેલી હોય વધુ સારવાર માટે અત્રેની સિવિલએ લાવવામાં આવ્યા હતા જેને પગલે વિપુલભાઈ ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News