ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાવાઝોડું દરિયામાં જેટલું મોડું ટર્ન લે એટલો સૌરાષ્ટ્ર ઉપરથી ખતરો ટળે, રાજસ્થાન-પાકિસ્તાન તરફ ફંટાય તેવી હવામાન વિભાગની આગાહી


SHARE







વાવાઝોડું દરિયામાં જેટલું મોડું ટર્ન લે એટલો સૌરાષ્ટ્ર ઉપરથી ખતરો ટળે, રાજસ્થાન-પાકિસ્તાન તરફ ફંટાય તેવી હવામાન વિભાગની આગાહી

13/6/23 #પશ્ચિમ_સૌરાષ્ટ્ર_માટે_ખતરો_ટળ્યો

મિત્રો, #વાવાઝોડા એ રાત્રી દરમિયાન ઉતરપશ્ચિમ દિશામાં ગતિ કરી છે અને એ જગ્યાએ પહોંચી ગયું છે મેં જ્યાંથી તે ટર્ન લે તો પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર પર સીધુ ટકરાશે નહિ. એટલે ત્યાં માટે એક રાહતના સમાચાર છે. પરંતુ હા પવનની ગતિ નજીક થી પસાર થશે ત્યારે ચોકકસ વધારે હશે પણ સીધુ ટકરાશે નહિ..

હવે વાત કરીએ #કચ્છ ની તો વાવાઝોડુ અત્યારે ઉતરપશ્ચિમ દિશામાં ચાલી રહ્યું છે ત્યાંથી તેને ટર્ન મારી ઉતરપૂર્વ દિશામાં ગતિ કરશે તો વાવાઝોડુ કચ્છમાં ટકરાશે. અને જેટલું ટર્ન મારવામાં સમય લગાવશે એટલું જ તે પાકિસ્તાન તરફ સરકતું જશે.  એટલે અત્યારે કચ્છના #માંડવી થી પાકિસ્તાનના #કરાચી સુધીના વિસ્તારમાં ગમે ત્યાં ટકરાઈ શકે.

ટૂંકમાં બપોર પછી સુધીમાં ટર્ન લેવાનું ચાલુ કરે તો #કચ્છ માં આવે અને જેટલું મોડું ટર્ન લેવાનું ચાલુ કરશે એટલું ઉપર જતું જશે એટલે કે પાકિસ્તાન તરફ જતું રહે આશા કરીયે એવું બને તો વધુ સારું પણ એવી આશા એ રહી ને ન બેસવું કચ્છ વાળાએ ગઈકાલે કહ્યા મુજબ તૈયારીમાં જ રહેવું અને અપડેટ જોતી રહેવી..

વરસાદની વાત કરીયે તો દિવ થી પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફના વિસ્તારમાં ખાસ ક્રિયને દરિયાકિનારા સહિત તેના લાગુ વિસ્તારમાં ગઈકાલ નો સતત વરસાદ ચાલુ છે અને રાત્રે અને અત્યારે પણ ચાલુ જ છે અને હજુ ચાલુ જ રહેશે.

કચ્છ માંથી વાવાઝોડુ અંદર આવશે તો ઉત્તર ગુજરાતમાં વરસાદનો સારો લાભ મળી જશે જો પાકિસ્તાન થી અંદર આવ્યું  તો ઉત્તર ગુજરાતને છૂટો છવાયો લાભ મળી શકે. પૂર્વ સૌરાષ્ટ્ર ,, દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ મોટો લાભ નથી છૂટો છવાયો ક્યાંક ક્યાંક પડી જશે. હજુ વાવાઝોડુ ક્યાં થી ટર્ન લેશે તેના પર વરસાદનો વિસ્તાર રહેશે. 

#BiparjoyCyclone

લી. વિશાલ પાનસૂરિયા
ગુજરાત હવામાન સમાચાર
https://www.facebook.com/WeatherGujarat






Latest News