મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ પાસે માથા અને પગ વગર બાળકની લાશ મળી હોવામાં થયો ચોંકાવનારો ખુલાસો


SHARE











મોરબીના નીચી માંડલ ગામ પાસે માથા અને પગ વગર બાળકની લાશ મળી હોવામાં થયો ચોંકાવનારો ખુલાસો

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે કારખાના નજીક એક દોઢેક વર્ષના બાળકની લાશ મળી આવી હતી.જેમાં ધડ ઉપર માથું ન હોય અને એક પગ ન હોય તેવા પ્રકારની વિકૃતિ લાશ મળી હોય પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કરતા "ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર" જેવો ઘાટ સર્જાયો હતો કારણકે ત્યાં નજીક રહેતા મજૂરની દીકરીનું કુદરતી કારણોસર મોત નીપજ્યું હતું અને તેની ત્યાં દફનવિધિ કરવામાં આવી હતી જે મૃતદેહને કોઈ જનાવરે બહાર કાઢી હોય અને લાશમાં માથુ અને પગ ન હોવાનું ખુલવા પામ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કંટ્રોલ રૂમમાં પ્રકાશ રામજીભાઇ પટેલ રહે.નીચી મંડલ વાળાએ જાણ કરી જણાવ્યું હતું કે તેમના સીએનજી પેટ્રોલ પંપ પાસે પુઠાનું કારખાનું આવેલું છે તે ઓમશ્રી કટીંગ નામના કારખાનાની઼ા કટીંગ મશીનના નીચેના ભાગે એક દોઢેક વર્ષના અજાણ્યા બાળકની લાશ પડી છે જે ડેડબોડીના ધડ ઉપર માથું નથી અને એક પગ નથી તેવી વાત મળતા મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ડી.વી.ડાંગર અને સ્ટાફે તપાસ કરી હતી. જેમાં ખૂલ્યું હતું કે બાજુમાં આવેલા સિમેરો સિરામીકમાં રહીને મજૂરીકામ કરતા ધર્મેન્દ્રભાઈ પ્રેમનારણભાઈ સફેરા જાતે આદિવાસી (૨૫) હાલ રહે.સિમેરો સીરામીક નીચી માંડલ પાસે મોરબી-૨ મૂળ રહે.એમપી વાળાની દીકરી સોનમ બીમાર હોય થોડા દિવસો પહેલા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હતી તે દરમિયાન સોનમનું મોત નીપજ્યું હતું અને નીચી માંડલ ગામની સીમમાં નાઇસ પ્રીન્ટ પેક ટાઇલ્સ નામના યુનિટની સામે રોડ નજીક પોતાની દિકરી સોનમના મૃતદેહની દફનવિધી કરી હતી.જે આ લાશ હોવાનું અને કોઈ જનાવરે લાશને બહાર કાઢી હોય તેવું લાગી રહ્યું હતું જેથી કરીને પોલીસની હાજરીમાં ધર્મેન્દ્રભાઇનું નિવેદન નોંધીને પુન: ઊંડો ખાડો કરીને મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી.આમ આ બનાવમાં "ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર" પ્રકારનો ઘાટ સર્જાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આવેલ ન્યુ યુનિ રોડલાઇન નામની દુકાનમાં રહેતા જગદીશભાઇ ધનરાજભાઇ ડામોર નામનો ૨૫ વર્ષનો યુવાન હળવદની સરા ચોકડીએ વૈજનાથ મંદિર પાસે શ્રીજી હોસ્પિટલ નજીક હતો ત્યાં તેને કોઈ અજાણ્યા વાહન સાથે અકસ્માતે ઇજા થતાં તેને મોરબીના સામાકાંઠા આવેલ સમર્પણ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ ગામે સ્મશાન પાસે થયેલ મારામારીના બનાવમાં ભાવેશ કેશુભાઈ વાણીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ આગળની તપાસ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નવાસાદુળકા ગામે રહેતો રણમલ ગોવિંદભાઇ ભુંભરીયા નામના ૪૨ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતી પૂજાબેન જયંતિભાઈ ડાભી નામની છ વર્ષની બાળકી સાઇકલ ચલાવી રહી હતી ત્યારે રમતા રમતા સાયકલમાંથી પડી જતાં ડાબા હાથના ભાગે ઈજા થતાં પૂજાબેન ડાભીને સારવારમાં લઈ જવામાં આવી હતી.






Latest News