મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે છોકરા માટે નાસ્તો લેવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


SHARE







વાંકાનેરમાં કુંભારપરા રામદેવપીર મંદિરનો અગિયારમો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેર શહેરનાં કુંભારપરા વિસ્તાર ખાતે આવેલ રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરનાં રાજવી ખાસ હાજર રહ્યા હતાં.

રામદેવપીર મંદિરનાં અગિયારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે નેજા ચડાવવાની વિધિ, આરતી, મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં જેમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા હતાં ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા, અમરસિંહભાઈ મઢવી, અમિતભાઈ મઢવી, ક્રિપાલસિંહ ઝાલા હાજર રહ્યા હતાં અને મંદિરનાં પૂજારી જદુરામ મહારાજનાં હસ્તે મુખ્ય આરતી કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાજર રહ્યા હતા અને પ્રસાદ લાભ લીધો હતો આ કાર્યક્ર્મને સફળ બનાવવા રામા મંડળ પ્રમુખ નાનુભાઈ ઉઘરેજા, સોમાભાઈ રાઠોડ, રમેશભાઈ રબારી, ભીખાભાઈ સારલા સહિત વિસ્તારનાં સમસ્ત કુંભારપરા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News