રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE







વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

વાંકાનેર ખાતે સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિત્યક્રમ મુજબ સાંજે ૮-૦૦ વાગ્યે સંધ્યા મહા આરતીમા ભૂદેવો સાથે ધાર્મિક, સામાજિક,રાજકીય આગેવાનો  ઉપસ્થિત રહે છે. દરરોજ સાંજે મહા આરતી બાદ ગણેશદાદાને  પ્રિય પ્રસાદ એવા મોદકનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. સાથે રાસ ગરબા પણ યોજાઇ છે

શહેરના ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ, રુગનાથજી મંદિરના રેવાદાસ બાપૂ, ફળેશ્વર મંદિરના મહંત વિશાલભાઈ પટેલબાપુ, રાજગુરુ નાગાબાવાજી મંદિરના પૂજારી જગદીશબાપુ સહિતના મંદિરના મહંતો તેમજ વાકાનેર રાજવી પરિવારના  મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા, મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોના ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ રાજ્યગુરુ, ચિંતનભાઈ ભટ્ટ, એન.એન.ભટ્ટ, વાકાનેર સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ, અમરસીભાઈ મઢવી, મહેન્દ્રભાઈ આચાર્ય, દીપકભાઈ ઠાકર, કિશનભાઇ ભટ્ટ, પુસ્કરભાઈ ત્રિવેદી, રાજુભાઈ રાવલ, જયેશભાઈ ઓઝા સહિતના ભૂદેવો હાજર રહ્યા હતા. અને મહાઆરતી બાદ ઉપસ્થિત મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલા તથા ઉપસ્થિત સંતો મહંતો તથા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સાલ તથા ફૂલહારથી સન્માન કરાયું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજ કા રાજદુલારા ગણેશ મહોત્સવ સમિતિના ભરતભાઈ ઓઝા, બાબુભાઈ રાજગોર, રાજુભાઈ મઢવી, પ્રવીણભાઈ દાદર, અમિતભાઈ ભટ્ટ, પ્રિયંક રાવલ , દુષ્યંત ઠાકર,યોગેશ પંડયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News