મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળિયા(મિં.) ના કુંભારીયા ગામે અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE







માળિયા(મિં.) ના કુંભારીયા ગામે અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકામાં આવેલા કુંભારિયા ગામના રહેવાસી યુવાને તેના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજેલ છે.જેથી તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યુ હતુ.જેથી મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ માળિયા પોલીસ મથકની હદનો હોવાથી માળિયા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

વધુમાં માળીયા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિંયાણા તાલુકાના કુંભારિયા ગામના રહેવાસી પીન્ટુભાઇ જગદીશભાઈ પંચાસરા જાતે કોળી નામના ૨૮ વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું બનાવને પગલે હોસ્પિટલ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.વાઘડીયાએ પ્રાથમિક તપાસ કરી હતી જેમા સામે આવ્યા મુજબ મૃતક પીન્ટુ પંચાસરાની મૈનસીક બીમારી સબબ દવા ચાલુ હતી તે દરમિયાન તેણે ઉપરોકત પગલુ ભરી લીધુ હતુ.બનાવ માળિયા પોલીસ મથકનો હોય હાલ માળીયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી હાલ બનાવ સંદર્ભે માળિયા પોલીસ મથકના સંજયભાઈ બાલાસરા દ્વારા બનાવના સાચા કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

સામસામા બાઈક અથડાતા ત્રણને ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર પંચાસર ચોકડી નજીક આવેલ કીર્તિ પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં બે બાઈક સામસામા અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજા પામતા જયદીપ કાંતિભાઈ પરમાર (૨૩) અને પ્રકાશ અરજણ પરમાર (૨૩) રહે.બંને પંચાસર તા.મોરબીને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જ્યારે સામેના બાઈકમાં રહેલા મુરાદ અનવરભાઇ જામ (ઉમર ૨૮) રહે. કાલિકા પ્લોટ રવાપર રોડ મોરબી વાળાને પણ ઇજા થતા તેને પણ સારવાર માટે અત્રે મધુરમ હોસ્પિટલે ખસેડાયો હતો જેથી બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલા સૂરજબાગ નજીક મારામારીના બનાવમાં ઇજા થતાં આફતાબ જુસબભાઈ જુણેજા (ઉમર ૧૭) રહે.૧૪- લાતી પ્લોટ ખ્વાજા પેલેસ નજીક વાળાને ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.હાલ બનાવ સંદર્ભે નોંધ કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News