મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઉમિયા પાર્કમાં રહેતા યુવાન બેકારીથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







મોરબીના વાવડી રોડે ઉમિયા પાર્કમાં રહેતા યુવાન બેકારીથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતો યુવાન બેકારીથી કંટાળીને પોતાની જાતે અજાણી ટેબલેટ અને ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા સંદીપ જયંતીભાઈ ફળદુ (૨૯) નામના યુવાનને અજાણી ટેબલેટ તથા ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની માધવ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે અને તેની પાસેથી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બેકારીના લીધે કંટાળીને સંદીપભાઈ ફળદુએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલમાં તે સારવાર હેઠળ છે અને આ બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

દવા પી ગયો

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા આસિફ મોહમ્મદ મકરાણી (૨૫) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News