મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે વીજ પોલ ઉપર ચડેલા યુવાનને શોક લગતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ


SHARE







મોરબીના માણેકવાડા ગામે વીજ પોલ ઉપર ચડેલા યુવાનને શોક લગતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો યુવાન વીજ પોલ ઉપર ચડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને વીજ શોક લાગતા તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી ઈજા થતાં તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈને આવેલ છે અને હાલમાં તે બેભાન હાલતમાં હોસ્પિટલે સારવાર હેઠળ હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો રમજાન તૈયબ સુમરા (૨૫) નામનો યુવાન ગામમાં શાળા પાસે વીજ પોલ ઉપર ચડી ગયો હતો જેથી ત્યાં તેને ઈલેક્ટ્રીક શોટ લાગતા તે ઉપરથી નીચે પટકાતા આ યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને ત્યાં હાલમાં તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે જોકે, આ બનાવવા અંગે રમજાન સુમરાના ભાઈ હાજી તૈયબ સુમરા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, ગામમાં રમજાનને પંચરની દુકાન છે અને ત્યાં વીજપોલ ઉપર તે ચડ્યો હતો દરમિયાન તેને ઈલેક્ટ્રીક શોટ લાગતાં તે નીચે પટકાયો હતો જેથી તેને સારવાર માટે હાલમાં રાજકોટ હોસ્પિટલે લઈને આવ્યા છે જોકે યુવાન વીજ પોલ ઉપર શા માટે થઈને ચડ્યો હતો ? અને કેવી રીતે તેને શોક લાગ્યો ? તે અંગે વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પણ આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા નરભેરામભાઇ મોહનભાઈ રાજપરા (૪૯) પોતાનું બાઈક લઇને દેવળીયાથી પ્રતાપગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે પુલિયા પાસે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકો પોલીસ સ્ટેશનની હદનો હોવાથી હળવદ તાલુકો પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે






Latest News