મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ચાચાવદર પાસે નાની ચીરઇના યુવાનને એકના ડબલ કરવાની લાલચ આપીને એક લાખની છેતરપિંડી


SHARE







માળીયા(મી)ના ચાચાવદર પાસે નાની ચીરઇના યુવાનને એકના ડબલ કરવાની લાલચ આપીને એક લાખની છેતરપિંડી

માળીયા (મી) તાલુકાના ચાચાવદર ગામના પાટિયા પાસે કચ્છના નાની ચીરઇ ગામના યુવાનને બોલાવીને એકના ડબલ કરવાની લાલચ આપી તેની સાથે એક લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં ત્રણ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કચ્છ જિલ્લાના નાની ચિરઇ ગામના રહેવાસી અને ખેત મજૂરી કરતા હરેશભાઈ સવાભાઈ બઢિયા (૪૦) નેા માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામના પાટિયા પાસે બોલવવામાં આવ્યા હતા અને ત્યાં જુમાભાઈ અયુબભાઈ મુસ્લિમ રહે નાની ચીરઇગુલાનભાઈ ઉમરભાઈ તેમજ વિરલભાઇએ તેની પાસેથી રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપી લીધા હતા અને બાદમાં એક લાખ રૂપિયા મેળવ્યા પછી વિશ્વાસઘાત કરીને એકના ડબલ રૂપિયા આપવાના બદલે તેના રૂપિયા એક લાખની છેતરપિંડી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા હરેશભાઇ બઢીયાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News