મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના ચૂંપણી ગામે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE







હળવદના ચૂંપણી ગામે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ચૂંપણી ગામે રહેતી પરિણિતાએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને પરિણીતાનું મોત નીપજ્યું હતું જેના પગલે તેના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને હાલ મળતી માહિતી પ્રમાણે મૃતકની માનસિક બીમારીની દવા ચાલુ હતી અને થોડા સમય પહેલા પણ મૃતકે આપઘાતની કોશિશ કરી હતી જોકે તે સમયે તેણીનો બચાવ થઈ ગયો હતો અને ગઈકાલે તેણીએ પુન: અંતિમ પગલુ ભરી લેતા તેણીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવ અંગે વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના ચૂંપણી ગામે રહેતા ભાવનાબેન ઉકાભાઇ મકવાણા નામની ૩૦ વર્ષીય મહિલાએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવી હતી જો કે અહીં જોઈ તપાસીને ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી અને બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તેમા ખુલ્યું હતું કે, મૃતક ભાવનાબેન મકવાણાની છેલ્લા ત્રણેક માસથી માનસિક બીમારીની દવા ચાલુ હતી અને અગાઉ અઢી મહિના પહેલા પણ તેઓએ આપઘાત કરવા માટે પ્રયત્ન કર્યો હતો જો કે તે સમયે તેઓ બચી ગયા હતા અને ગઈકાલે પુન: તેઓએ ગળેફાંસો ખાઈ લેતા ભાવનાબેન મકવાણાનું મોત નિપજયુ હતું હાલ તેઓના મોતના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.બનાવ અંગે આગળની તપાસ માટે મોરબી પોલીસે હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર શક્તિ રેસીડેન્સી વિસ્તારમાં રહેતા કશ્યપ પી. ધુમલીયા નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના રવાપર રોડ બાપાસીતારામ ચોક પાસે બાઈક સાથે બાઇક અથડાવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના રહેવાસી લાલજીભાઈ નામના ૩૦ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News