મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના અકસ્માત કેસમાં પાંચ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ


SHARE







મોરબીના અકસ્માત કેસમાં પાંચ લાખ રૂપિયા ૭ ટકા વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ

મોરબીના જીકીયારીથી ચકમપર જતાં સમયે સામેથી આવેલ અજાણ્યા વાહનની ફુલ સ્પીડ અને ફુલ લાઇટના લીધે અંજાઈ જવાથી કાર રોડ સાઇડમાં પલટી મારી ગયેલ હતી અને કાર ચાલકનું મોત થયું હતું જે કેસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા અકસ્માતના આ કેશમાં ૫,૦૦,૦૦૦ નું વળતર વ્યાજ સાથે ચૂકવવું અને ખર્ચની રકમ પણ આપવા મોરબીની ટ્રીબ્યુનલે વીમા કંપનીની આદેશ કરેલ છે

આ અકસ્માત કેઇસની વિગત આપતા વકીલ બી.બીહડિયલે જણાવ્યુ હતું કે, ગત તા.૧૫/૩/૨૦૧૯ ના રોજ હાર્દિકભાઇ જગદીશભાઇ રજોડીયા રહે. ખારેડા વાળાએ ડસ્ટર કાર નં. જીજે ૧૨ બીઆર ૭૬૦૨ નું ડ્રાઇવીંગ કરી જીકીયારીથી ચકમપર જતા હતા ત્યારે સામેથી એક અજાણ્યું વાહન આવ્યું હતું અને તેની ફુલ સ્પીડ અને ફુલ લાઇટના લીધે હાર્દિકભાઇ લાઇટના પ્રકાશમાં અંજાઇ જતા અકસ્માત નિવારવા પોતાની ડસ્ટર કાર સાઇડમાં લેતા ડસ્ટર કાર પલ્ટી ખાઇ ગયેલ હતી અને આ અકસ્માતમાં હાર્દિકભાઇ જગદીશભાઇ રજોડીયાને ગંભીર પ્રકારની ઇજાઓ થવાથી અવસાન થયું હતું આ અંગે અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારોને ૫,૦૦,૦૦૦ નું વળતર ૭ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા વિમા કંપનીનીને હુકમ કરેલ છે.






Latest News