ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના હરિઓમ પાર્કમાં રહેતા યુવાને મૈત્રી કરાર કરેલ મહિલ સાથે બોલાચાલી બાદ જીવન ટૂંકાવ્યું


SHARE











 

મોરબીના હરિઓમ પાર્કમાં રહેતા યુવાને મૈત્રી કરાર કરેલ મહિલ સાથે બોલાચાલી બાદ જીવન ટૂંકાવ્યું

મોરબી નજીકના ઘુટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા યુવાને જે મહિલાની સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તે મહિલા સાથે જ રહેતો હતો દરમ્યાન તે મહિલાની સાથે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ તેને લાગી આવતા તે યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વર્ધમાનનગરમાં રહેતા જીતેશગીરી રમેશગીરી ગોસ્વામી જાતે બાબાજી (૩૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા તેના ભાઈ નરેશગીરી રમેશગીરી ગોસ્વામી જાતે બાબાજી (૪૦) રહેતો હતો અને તેને ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતકના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ નરેશગીરી છેલ્લા ૧૦ વર્ષથી મૈત્રી કરાર કરીને ચેતનાબેન નામની મહિલા સાથે ત્યાં ભાડાના મકાનમાં રહેતો હતો અને દરમિયાન ચેતનાબેન સાથે તેને બોલાચાલી થઈ હોવાથી તેને લાગી આવતા તેને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

બીમારી સબબ મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલ પાસે આવેલ રોસ્ટોન સિરામિક કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા રોહિતકુમાર સુરેશભાઈ બેટીમાં (૨૧) નામના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

બાઈકમાંથી પડી જતા ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલી પ્રભુકૃપા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા જયોત્સનાબેન ચંદુભાઈ જગોદણા નામના મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી નજીક અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી ઈજા પામતા તેમને અહીંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં
મોરબી તાલુકાના નારણકા ગામના રહેવાસી હેતલબેન નિમેષભાઈ સુરાણી નામની ૨૯ વર્ષની મહિલા ગત તા.૨૭ ના રાત્રીના દશેક વાગ્યાના અરસામાં એકટીવામાં બેસીને જતા હતા ત્યારે ખાનપર ગામ નજીક આવેલ ચબૂતરા પાસે તેઓ અકસ્માતે એકટીવામાંથી નીચે પડી જતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યાંથી તાલુકા પોલીસને બનાવની જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News