મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે હળવદના ડો. ઉર્વશીબેન પંડ્યાની વરણી


SHARE







ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે હળવદના ડો. ઉર્વશીબેન પંડ્યાની વરણી

મોરબી જિલ્લામાં આવતા હળવદમાં રહેતા ડો. ઉર્વશીબેન પંડ્યાની ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં તેઓને ચોરમેરથી શુભકામનાઓ મળી રહી છે

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના વિવિધ હોદ્દેદારોના નામ પ્રદેશના ઉપાધ્યક્ષ અને મહિલા મોરચાના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા સાથે ચર્ચા કર્યા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં ઉપાધ્યક્ષ તરીકે મોરબી જિલ્લાના હળવદમાં રહેતા ડો. ઉર્વશીબેન પંડ્યા, મહામંત્રી તરીકે વડોદરામાં રહેતા સીમાબેન મોહલે અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે ગાંધીનગરમાં રહેતા ડો. મીરાબેન વાટલીયાની વરણી કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ ડો. ઉર્વશીબેન પંડ્યાએ અગાઉ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં ભાજપના વિવિધ હોદ્દા ઉપર જવાબદારી સંભાળી હતી તેમજ હળવદ નગરપાલિકાના સભ્ય તરીકે પણ તેઓએ કામગીરી કરેલ છે હાલમાં તેમની ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા ચોમેરથી તેઓને અભિનંદન મળી રહ્યા છે






Latest News