ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા પરિવારની દીકરી ગુમ


SHARE







મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા પરિવારની દીકરી ગુમ

મોરબી શહેરમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા પરિવારની દીકરી ઘરેથી કોઈને કશું કહ્યા વગર જતી રહી છે જેથી કરીને ગુમ થયેલ દીકરીના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની પંચવટી સોસાયટી શેરી નં-૧ માં રહેતા અને ગેરેજનું કામ કરતા અતુલભાઇ જેઠાભાઈ ભટ્ટ (૫૧)એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી એકતાબેન અતુલભાઇ ભટ્ટ (૨૨) ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે અને ગુમશુધા ફરિયાદમા જણાવ્યુ છે કે, એકતાબેન ઘરેથી તા. ૨૪ ના બપોરના સમયે કોઈને કશું કહયા વગર એકતાબેન ગુમ થઈ ગયેલ છે અને તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે

ઝેરી દવા પીધી
રાપર કચ્છમાં કલારા તળાવ વાળી વિસ્તાર ખાતે પરસોતમ મહારાજની વાડીએ રહેતી હંસાબેન પાંચાભાઇ કોળી (૧૬) નામની સગીરા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તે સગીરાને સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરીયા ચલાવી રહ્યા છે

મજૂર યુવાન સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓરિન્ડા સીરામીક નામના યુનિટમાં બોઇલ મીલના પ્લેટફોર્મ ઉપરથી દોડીને નીચે કૂદતા હાથ અને પગના ભાગે ઈજા પામતા ચંપાલાલ મોહનભાઈ પવાર નામના ૩૫ વર્ષીય મજૂરને ઇજાઓ થતા અત્રેના સામાકાંઠેની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાંથી ઉપરોક્ત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
મોરબીના ખાણ ખનીજ વિભાગના એમ.આર.ગોજીયાએ પોલીસને રિપોર્ટ આપી જણાવ્યું હતું કે, ટીંબડી ગામના પાટીયા પાસેથી વાહન નંબર જીજે ૪ એડબલ્યુ ૬૨૪૯ માં બીન અધિકૃત રીતે ખનીજ ભરેલું હોય વાહન જપ્ત કરીને વાહનના ચાલક સંજય રામભાઈ દુબે રહે.રાજપુત શેરી બોટાદ વાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ વસૂલવા મેમો ફટકારવામાં આવ્યો હતો.






Latest News