મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

લો બોલો, મોરબીમાં વીજ કંપનીએ ૧૧ કેવીની લાઇન બદલાવવાની માંગ કરનારને ૧૭.૧૨ લાખનું એસટીમેટમ પકડાવ્યું !


SHARE







લો બોલો, મોરબીમાં વીજ કંપનીએ ૧૧ કેવીની લાઇન બદલાવવાની માંગ કરનારને ૧૭.૧૨ લાખનું એસટીમેટમ પકડાવ્યું !
 

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જુદીજુદી સોસાયટીમાથી વીજ કંપનીની ૧૧ કેવીની બે લાઇન પસાર થાય છે અને તેમાથી અવાર નવાર વીજ લાઇન તૂટી પડે છે જેથી કરીને પીજીવીસીલને લેખિતમાં રજૂઆત કરીને સોસાયટીમાથી નીકલતી ૧૧ કે.વી.ની લાઇનને બદલાવવા માટે માંગ કરવામાં આવી હતી જેની સામે વિજકંપની દ્વારા રજૂઆત કરનારા પાલિકાના મહિલા સભ્યને વીજ કંપનીના અધિકારીએ લાઇન બદલવા માટે ૧૭.૧૨ લાખનું એસટીમેટમ પકડાવ્યું છે


મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ આનંદ નગર, ગૂલાબનગર, શ્રીજી પાર્ક સોસાયટી મા મેઇન સેરીમા બે ૧૧ કેવીની લાઇન પસાર થાય છે અને અવાર નવાર જીવતા તાર તૂટીને નીચે પડે છે માટે સોસાયટી રહેતા લોકો માટે તે ગમે ત્યારે જોખમી બની શકે છે જેથી મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૧૧ ના કાઉન્સીલર અલ્પાબેન રોહિતભાઈ કંણઝારીયાવીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર આપીને યોગ્ય કરવા રજૂઆત કરી હતી જેની સામે વિજકંપનીની શનાળા કચેરીના અધિકારીએ પાલિકના મહિલા સભ્યને લેખિતમાં જણાવ્યુ છે કે, આ લાઇનથી રવાપર અને અવનિ ફિડરમાં વીજ સપ્લાઈ કરવામાં આવે છે અને ત્યાં એચટી એબીસી કેબલ નાખવા માટેનો ખર્ચ ૧૭.૧૨ લાખ રૂપિયા થાય છે જે રકમ ભરાઈ થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સવાલએ ઊભો થાય છે કે, આ રકમ શું લોકો માટે રજૂઆત કરનારા પાલિકાના મહિલા સભ્યને ભવાની છે ?




Latest News