ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

હળવદમાં ઘરની સામે બેસવાની ના કહેતા છરી-ધોકા વડે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ


SHARE







હળવદમાં ઘરની સામે બેસવાની ના કહેતા છરી-ધોકા વડે મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ

હળવદમાં મોરબી દરવાજે મોટા ચોક પાસે ઘરની સામે બેસતા શખ્સને ઘર સામે બેસવાની ના પાડતા તેને સારું લાગ્યું ન હતું જેથી તે શખ્સ અને તેના પિતા તેમજ ભાઈ બહેન દ્વારા સમજાવા માટે ગયેલા યુવાન અને તેના ભાઈ ભાભી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ત્રણે વ્યક્તિઓને સારવારમાં લઈને આવ્યા હતા અને ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે, સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મારામારીના આ બનાવ સંદર્ભે સામસામે ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ મીરાવાસમાં રહેતા ઇદ્રીશભાઈ દાઉદભાઈ ચૌહાણ જાતે જંગરી (૪૮) એ નિઝામ મહેબૂબભાઈ મનસુરી, સૈયદા મહેબૂબભાઈ મનસુરી, રિયાજ મહેબુબભાઇ મનસુરી અને મહેબુબભાઇ ઉસ્માનભાઈ મનસુરી રહે. બધા હળવદ મોરબી દરવાજા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી નિજામ ફરિયાદીના ભાઈ જાકીરભાઇ દાઉદભાઈના ઘરની સામે બેસતો હોય તેને ત્યાં બેસવાની ના પાડી હતી તેમ છતાં તે દરરોજ તેના ઘરની સામે આવીને બેસતો હોવાથી નિજામને સમજાવવા માટે ફરિયાદી ઇદ્રીશભાઈ દાઉદભાઈ ચૌહાણ તથા તેનો ભાઈ જાકીરભાઇ દાઉદભાઈ ચૌહાણ અને તેના ભાભી રેહાનાબેન નિજામના ઘર પાસે ગયા હતા ત્યારે તેને સારું નહીં લાગતા આરોપીએ ઝઘડો શરૂ કર્યો હતો અને ગાળો આપી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને જમણા હાથના ખભાની નીચેના ભાગમાં મારીને ઇજા કરી હતી ત્યારબાદ બાકીના ત્રણેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને તેઓએ ગાળો આપીને મારામારી કરી હતી અને ત્યારે સૈયદા મહેબૂબભાઈ મનસુરીના હાથમાં રહેલ છરી વડે તેને રેહાનાબેનને નાક, જમણા હાથની આંગળી અને ડાબા હાથની કોણીમાં ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઇદ્રીશભાઈ ચૌહાણએ હાલમાં ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મારામારીના આ બનાવવામાં સામા પક્ષેથી સૈયદા મહેબૂબભાઈ મનસુરી (૨૨) જાકીર દાઉદભાઈ ચૌહાણ, ઇદ્રીશ દાઉદભાઈ ચૌહાણ, અજરૂદ્દીન દાઉદભાઈ ચૌહાણ અને રેહાનાબેન જાકીરભાઇ ચૌહાણ રહે. બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો ભાઈ નિઝામ જાકીરભાઇ ચૌહાણના ઘર સામે બેસતો હોય તે બાબતનું મન દુઃખ રાખીને ઝઘડો કરવા માટે થઈને આરોપીઓ આવ્યા હતા ત્યારે તેણે ફરિયાદી તથા તેના પરિવારજનોને ગાળો આપી હતી અને ત્યારે જાકીરભાઈ અને અજરુદીન ભાઈના હાથમાં ધોકા હતા તેમજ ઇદ્રીશ દાઉદભાઈ ચૌહાણ પાસે છરી હતી જેના વડે હુમલો કર્યો હતો જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે હળવદમાં મોરબી દરવાજે મોટા ચોક પાસે થયેલ મારામારીના બનાવવામાં સામસામે ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News