મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી સોલારની ૧૫૫ પેનલોની ચોરી: તસ્કરો ૨૭.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા


SHARE







ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી સોલારની ૧૫૫ પેનલોની ચોરી: તસ્કરો ૨૭.૩૦ લાખનો મુદ્દામાલ ચોરી ગયા

ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખુલ્લા પ્લોટમાં સોલાર પાવર પ્લાન્ટની પેનલો મૂકવામાં આવી હતી જેમાંથી ૧૫૫ પેનલોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૭.૩૦ લાખથી વધુના મુદ્દા માલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં કંપની કર્મચારી દ્વારા અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીઝ શરૂ કરેલ છે

બનાવનીા મળતી માહિતી મુજબ રાજકોટમાં પુષ્કળધામ રોડ ઉપર આવેલ વ્રજવાટિકા ફ્લેટ નંબર ૧૦૧ માં રહેતા ખીલનભાઈ હરેશભાઈ સાવલિયા જાતે પટેલ (ઉંમર વર્ષ ૨૪) એ અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની ઓનિક્સ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પાવર પ્લાન્ટ ઼ની પેનલો ગત તા ૧૪/૩/૨૦૨૩ ના સાંજથી લઈને બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ટંકારા તાલુકાના વીરવાવ ગામે વિક્રમસિંહ ચંદુભા જાડેજાના ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવી હતી જે પેનલોમાંથી ૧૫૫ જેટલી પેનલોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૭,૩૦,૭૨૮ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ ચોરી કરવામાં આવ્યો હોય કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે ટંકારા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સાસરીયાનો ત્રાસ

મોરબીના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં વૈભવ લક્ષ્મી સોસાયટીમાં આવેલ રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૨ માં હાલમાં રહેતા વંદનાબેન રજનીકુમાર ભીમાણી (ઉંમર ૩૪)એ હાલમાં તેના પતિ રજનીકુમાર ગીરીશભાઈ ભીમાણી, સસરા ગીરીશભાઈ પીતાંબરભાઈ ભીમાણી અને સાસુ સરોજબેન ગિરીશભાઈ ભીમાણી રહે. બધા જ નવસારી વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે મેણા ટોણા મારીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે તેના પતિ સહિત ત્રણ સામે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News