મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઈ ગયેલ બુલેટ મળી આવ્યા બાદ ગુનો નોંધાયો !


SHARE







મોરબીમાં ચોરાઈ ગયેલ બુલેટ મળી આવ્યા બાદ ગુનો નોંધાયો !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં રહેતા યુવાનના ઘર પાસેથી ૧૫ દિવસ પહેલા બુલેટની ચોરી કરવામાં આવી હતી જોકે, જે તે સમયે તેની ફરિયાદ નોંધવામાં ન આવી હતી પરંતુ ગઈકાલે ચોરાઉ બુલેટ સાથે આરોપીની ધરપકડ થઈ ગયા બાદ હવે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી શેરી નં-૧૨ માં સંજય કટલેરીની બાજુમાં રહેતા જયેશભાઈ હીરાભાઈ રાતડીયા જાતે ભરવાડ (ઉમર ૩૫) એ પોતાના ઘર પાસે ગત તા.૨-૩ ના રાત્રિના ૧૧ વાગ્યે પોતાનું બુલેટ જીજે ૩ કેઆર ૬૯૬૦ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈક બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું જે તે, સમયે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની જાણ કરી હતી પરંતુ ત્યારે ચોરીનો ગુનો નોંધાયો ન હતો જોકે ગઈકાલે એલસીબીની ટીમ દ્વારા ચોરાઉ બુલેટ સાથે ત્રાજપર ચોકડી પાસેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે ત્યાર બાદ હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા થતા સારવારમા

મોરબીના શનાળા ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબીના શનાળા ગામ પાસે રહેતા લખન જગદીશભાઈ ખારવાલ નામના ૩૨ વર્ષીય યુવાનને શનાળા ગામે ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા પામેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ તરફથી જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News