મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી


SHARE







વાંકાનેરના જીનપરામાં બંધ મકાનમાથી રોકડ-દાગીના મળીને ૯૬૦૦૦ના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ બંધ મકાનમાં પ્રવેશ કરીને અજાણ્યા શખ્સો રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના ઘરમાંથી ૯૬ હજાર રૂપિયાના મુદ્દામાલ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તરત જ શરૂ કરે છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ કર્ણાટકના હુબલી તાલુકાના મયુરનગરના રહેવાસી અને હાલમાં વાકાનેર જીનપરા વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિરની પાસે વિજયભાઈ રાઠોડના શ્રીહરિ નામના મકાનની અંદર રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુદશદ જાતે હિન્દુ બાવાજી (ઉંમર વર્ષ ૫૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના મકાનની છત ઉપરથી સીડી વડે ઘરમાં પ્રવેશ કરીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના કબાના ખાનામાંથી રોકડા રૂપિયા ૧૫૦૦૦ તેમજ સોનાની ચેન ૪૭ હજાર રૂપિયાની કિંમતની અને સોનાનું બ્રેસલેટ ૩૪૦૦૦ ની કિંમત આમ સોનાના દાગીના અને રોકડ રકમ થઇને કુલ ૯૬૦૦૦ ની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે ભોગ બનેલા આધેડની ફરિયાદ લઈને આરોપીને પકડવામાં તજવીજ શરૂ કરી છે






Latest News