મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે પરણીતાના મોત બાદ માવતરે હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પીએમ માટે તજવીજ


SHARE





 

ટંકારાના નેકનામ ગામે પરણીતાના મોત બાદ માવતરે હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક પીએમ માટે તજવીજ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈ લીધો હોય તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા જોકે, મૃતક મહિલાના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી મૃતક મહિલાને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે તેવું તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા હસમુખભાઈ લોરીયા ના પત્ની અરુણાબેન હસમુખભાઈ લોરીયા જાતે દેવીપૂજક (૩૨) પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે મૃતક અરુણાબેનના માવતર દ્વારા તેની દીકરીની હત્યા કરવામાં આવી હોવા અંગેની શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી હતી જેથી હાલમાં મૃતક મહિનાના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવી છે તેવું આ બનાવની આગળની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આઈ.ટી. જામ પાસેથી જાણવા મળ્યું છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ૯ વર્ષનો હતો અને તેને સંતાનમાં બે બાળકો છે અને તે સાસુ સસરાથી અલગ રહે છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાનું મોત
મોરબીના ભડીયાદ ગામની સીમમાં આવેલ આશુતોષ નામના કારખાનામાં ઓરડીમાં રહેતી મૂળ એમપીની રહેવાસી મિસરીબેન બાબુભાઈ ભુરીયા જાતે આદિવાસી (૪૫) નામની મહિલા રાત્રિના સમયે કારખાનાના વાહન પાર્કિંગના શેડ પાસે હતી ત્યારે અચાનક કંઈ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું જે બનાવવું મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગરમાં રહેતા વેપારી જ્યોતિસિંહ રાણુભા જાડેજા જાતે દરબાર (૬૬) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે




Latest News