વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસમાં “યુવા ગ્રુપ કા રાજા” નું ધામધુમથી સ્થાપન


SHARE







મોરબી પ્રધાનમંત્રી આવાસમાં “યુવા ગ્રુપ કા રાજા” નું ધામધુમથી સ્થાપન

મોરબીમાં આજથી ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સાથે ભક્તિભાવ પૂર્વક ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો છે. ત્યારે ઠેરઠેર પંડાલોમા વાજતે ગાજતે ગણપતિ બાપાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં યુવા ગ્રુપ દ્વારા સોસાયટીના સાર્વજનિક મેદાનમાં બાપાના પંડાલ ઉભો કરવામાં આવ્યો છે અને આજે ભક્તિભાવ પૂર્વક વાજતે ગાજતે ગણેશજી મૂર્તિઓનું સોસાયટીમાં પંડાલ સુધી રાસ-ગરબાની રમઝટ સાથે સ્થાપન કરવામાં આવ્યું છે. આજથી દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના ક્રરાશે. આજે ગણેશ મહોત્સવના પ્રારંભે લોકોએ પંડાલમા ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી અને દરરોજ ગણપતિ દાદાને લાડુ, અન્નકૂટ સહિતના પ્રસાદ અર્પણ કરાશે અને મહાઆરતી સાથે દરરોજ ગણેશજીની ભક્તિ કરીને લોકો વિધ્નહર્તાની ભક્તિમાં તલ્લીન બની જશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા ગ્રુપ ના જનક રાજા, નિરવ મીરાણી, જયદીપ બારોટ, જયેન્દ્ર બારોટ, હિંમાશું મહેતા, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ, દર્શન જોગીયાણી, જીજ્ઞેશ પંડ્યા, ઓસમાણભાઈ, ઈમરાન, કરણ, રવિભાઈ સોલંકી,સંગ્રામભાઈ મેવાડા,હાજી દરજાદા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News