વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં વંથલીના યુવાને વ્યાજખોર સામે નોંધાવેલ ફરિયાદમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી


SHARE







મોરબીમાં વંથલીના યુવાને વ્યાજખોર સામે નોંધાવેલ ફરિયાદમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી


મોરબીમાં ઉંચા વ્યાજચક્રમાં યુવાનોને ફસાવીને કિંમતી જમીન-મકાન લખાવી લેવા કે ચેક લખાવીને બાદમાં હેરાન કરવાનો ધીંકતો ધંધો ધમધમી રહ્યો છે થોડા સમય પહેલા જ એક યુવાનને વ્યાજના વિષચક્રમાં ફસાવ્યા બાદ ઓફિસે બોલાવીને માર મારવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાવાતા ૧૧ સામે પોલીસે ફરીયાદ નોંધી હતી જે પૈકી વધુ બે ની ધરપકડ કરવામાં આવી છે

થોડા દિવસો પહેલા ફર્નીચરનો શોરૂમ ધરાવતા ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયાએ તેને ઓફિસે બોલાવીને વ્યાજખોરોએ માર માર્યો હોવાના સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં પોલીસે ગજેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ ભટ્ટ, ટીંન્કુભાઇ સીંધી લુવાણા, ભગીરથસિંહ જાડેજા, રણછોડભાઇ જીવનભાઇ ઉર્ફે લાલભાઇ, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, નીરૂભા ઝાલા અને પ્રશાંતભાઇ રમેશભાઇ કણસાગરાની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં વિરપાલસિંહ નથુભા ઝાલા રહે,પંચાસર અને યશભાઇ ખીરૈયા રહે.યમુનાનગર વાળા આગોતરા જામીન સાથે રજૂ થતાં તેની ધરપકડ કરીએ તેને મુક્ત કરવામાં આવેલ છે આ ગુનામાં હજુ કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા અને સુખદેવસિંહ જાડેજાને પકડવાના બાકી છે.

આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબીના થોરાળા ગામેથી પાચેક મહિના પહેલા સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની તપાસમાં થોડા દિવસો પહેલા ભોગ બનનાર તથા આરોપી બન્ને ભરૂચ જિલ્લાના સીલુડી ચોકડી ક્રિષ્નાનગર ખાતે હોવાની હકકીટ મળી હતી તેના આધારે ત્યાં જઈને પોલીસે વાલીયા પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખીને આરોપી કરશનભાઇ હમીરભાઇ રાઠોડ (ઉ.૨૪) રહે. થોરાળા વાળાની ધરપકડ કરેલ હતી અને ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢી હતી આ ગુનામાં આરોપીની મદદ કરનારા કરમશી ઉર્ફે કમા વાલાભાઈ કલોત્રા જાતે રબારી (૩૩) રહે, ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News