ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારામાં જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં આયુષ મેળો યોજાયો


SHARE







ટંકારામાં જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં આયુષ મેળો યોજાયો

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા જિલ્લા વિકાસ અધિકારીના મોરબી તથા નાયબ નિયામક ડો.જયેશભાઇ પરમાર રજકોટના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્રારા ત્રીજા આયુષ મેળાનું ટંકારામાં આવેલ લોહાણા મહાજન સમાજ વાડી ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું

જેમાં આયુષ મેળામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, કરોબારી સમિતીના ચેરમેન જયંતીભાઇ પડસુમ્બીયા, જિલ્લા પંચાયત સસ્ય કમળાબેન અશોકભાઇ ચાવડા, પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, ગ્રામ પંચાયત સરપંચ ગોરધનભાઇ દેવજીભાઇ ખોખાણી તથા ગ્રામ અગ્રણી કિરીટભાઇ અંદરપા, NIMA એસોસિએશનના આયુર્વેદ ડોકટરો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આયુષ મેળામાં જયંતીભાઇ પડસુમ્બીયાએ કહ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોની માહીતિ આપી હતી તથા સામાન્ય જીવન માં આયુર્વેદ યોગનું મહત્વ સમજાવ્યું તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીચંદુલાલ શિહોરાએ પ્રાચિન તથા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્વતા વિશે લોકોને માહીતિ આપી હતી. અને વધુને વધુ લોકો આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

ત્યારબાદ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પ્રવિણ વડાવિયા દ્રારા ઉપસ્થિત મહેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન,પંચકર્મ ચિકિત્સા, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્ચએનિક વિતરણ, હર્બલટી, વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓ વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી. આયુષ મેળામાં મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી ડો. અરૂણાબેન નિમાવત, ડો દિલીપ વિઠ્ઠલાપરા, ડો. જીગ્નેશ બોરાસાણીયા. ડો ખ્યાતી ઠકરાર, ડો શ્રીબા જાડેજા, ડો અલ્તાફ શેરશિયા, ડો જયેશ ગરધરિયા, ડો વીરેન ઢેઢી, ડો મન્સુર પીલુડીયા, ડો મિલન સોલંકી, ડો એન.સી. સોલંકી, ડૉ. ઠાકર, ડો વિજય નાંદરિયા,ડો હેતલ હળપતિ, તથા NIMA એસો.ના આયુર્વેદ ડો. હાર્દિક જેસવાણી, ડૉ.રમેશ ડાભી, ડૉ.ધોરીયાણી, ડૉ.સેરશીયા, ડો.ભાડજા, નીલમબેન, તમામ સ્ટાફ તથા AHWC ના યોગ ઈન્સ્ટ્રકટરએ સેવા આપી હતી.






Latest News