મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડ ઉપર સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના રાજપર રોડ ઉપર સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મંદિર પાસે ટ્રેક્ટર ચાલાકે પોતાનું ટ્રેક્ટર કોઈપણ જાતના ઇન્ડીકેટર કે સંકેત રાખ્યા વગર ત્યાં ઉભુ રાખ્યુ હતા અને ત્યારે બાઈક લઈને આવી રહેલ યુવાન તે ટ્રેક્ટરની ટ્રોલીમાં અથડાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃત્યુ પામેલ યુવાનના કાકા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના થોરાળા ગામે રહેતા રાણાભાઇ રાઠોડનો દીકરો કાનાભાઈ રાણાભાઇ રાઠોડ (30) પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 7195 લઈને મોરબીના રાજપર રોડ ઉપર આવેલ હનુમાન મંદિર પાસે ધર્મેન એસ્ટેટના બોર્ડ પાસે કાચા રસ્તા ઉપર થી પસાર થતો હતો ત્યારે ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર અને ટ્રોલી કોઈપણ જાતના ઈન્ડિકેટર કે સંકેત આપ્યા વગર ત્યાં ઉભા રાખ્યા હતા જેથી કરીને પાછળથી આવી રહેલ કાનાભાઈ રાઠોડ very અથડાયા હતા જેથી કરીને તેને માથાના ભાગે અને શરીરને ગંભીર ઈજા થઇ હોવાથી કાનાભાઈ રાઠોડનુ મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલક અકસ્માત સર્જાયા બાદ સ્થળ ઉપરથી પોતાનું ટ્રેક્ટર લઈને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃત્યુ પામેલા યુવાનના કાકા ખેંગારભાઈ મોહનભાઈ રાઠોડ જાતે રબારી (55) રહે રવાપર રોડ તિરુપતિ સોસાયટી અજંતા નિશાળની બાજુમાં મોરબી વાળાએ મહેન્દ્રા કંપનીના ટ્રેક્ટર જેના એન્જિન ચેસીસ નંબર એન.જે.ટી.એચ 00417 છે તેના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News