મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં રઘુવંશી સેવા સમિતિ દ્વારા પ્રથમ સમૂહલગ્નનું આયોજન

મોરબીમાં શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા તા.૧૧-૬ ને રવિવારના રોજ રઘુવંશી પરિવારના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખોટા ખર્ચાઓ અને દેખા-દેખી છોડીને વધુમાં વધુ પરિવાર આમાં જોડાય તેવી આયોજકોએ લાગણી વ્યક્ત કરી છે

આ સમિતિ તથા દાતાઓ દ્વારા દીકરીઓને સોના ચાંદીના દાગીના સહિત કુલ ૫૧ આઈટમથી વધારે વસ્તુઓ કરિયાવારમાં આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી રઘુવંશી સેવા સમિતિના સભ્યોમાં ભરતભાઈ રાચ્છ, નીલેશભાઈ રાજા, નીલેશભાઈ ખખ્ખર, વિરલભાઈ બુદ્ધદેવ, પરેશભાઈ કાનાબાર, અમિતભાઈ ગણાત્રા, હિતેશભાઈ સચદેવ, જીતુભાઈ પૂજારા, આનંદભાઈ સેતા, જીનેશભાઈ કાનાબાર, જતીનભાઈ કારીયા, નૈમિષભાઈ પંડિત, પ્રતિકભાઈ હાલાણી, ભાવિનભાઈ ઘેલાણી, નિખિલભાઈ છગાણી, સાગરભાઈ જોબનપુત્રા, જીગ્નેશભાઈ પોપટ, નેહલભાઈ કોટક, અમિતભાઈ પંડિત, તેજસભાઇ બારા તથા અન્યનો સમાવેશ થાય છે આ આયોજન ફક્ત રઘુવંશી સમાજ માટે છે અને વહેલા તે પહેલાના ધોરણે ૧૧ દીકરીઓના લગ્ન આ સમૂહલગ્નમાં કરાવવામાં આવશે વધુ માહિતી માટે શ્રી રઘુવંશી સેવા સમિતિની ઓફીસ શ્રી ખોડિયાર ટ્રેડ સેન્ટર પેહલો માળ નવાડેલા રોડ મોરબી ખાતેથી ફોર્મ મળશે અને પરેશભાઈ કાનાબાર (૯૩૭૬૦ ૪૯૯૯૯), તેજસભાઇ બારા (૯૬૮૭૮ ૯૯૪૯૯) અથવા ભરતભાઈ રાચ્છ (૯૪૨૬૪૩૮૭૬૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે






Latest News