મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના શક્તિ ચેમ્બર ૧-૨ માં તસ્કરના ધામા: ૨૦ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ગુનો નોંધાયો


SHARE







મોરબીના શક્તિ ચેમ્બર ૧-૨ માં તસ્કરના ધામા: ૨૦ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા, ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં ૨૦ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો નોંધી અજાણ્ય શખ્સને પકડવા માટે તેને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું હાલમાં જાણવા મળ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક પ્લાઝા કોમ્પલેક્ષમાં એકીસાથે ૫૦ જેટલી દુકાનના તાળા તૂટ્યા હતા જે બનાવની સાહી હજુ સુકાઈ નથી અને આરોપી હજુ પકડાયેલ નથી ત્યાં તેની સામેના ભાગમાં આવેલ શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં જુદા જુદા વેપારીઓની દુકાનોને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લગભગ ૨૦ કરતાં વધુ દુકાનો તાળા એક જ રાતમાં તોડવામાં આવ્યા છે જેથી કરીને વેપારીઓ દ્વારા આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો ઘટનાને પહોંચ્યો હતો અને ભોગ બનેલા વેપારીની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી

હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ આરાધના નગર શેરી નં-૨ માં રહેતા વેપારી મિલનભાઈ જસમતભાઈ ભીમાણી (૨૮) એ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, શક્તિ ચેમ્બર-૨ માં તેની દુકાન આવેલ છે તેના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સે દુકાનમાં પ્રવેશ કરી ૨૨૦૦ રૂપિયાની રોકડની ચોરી કરી છે તેમજ અન્ય દુકાનો શક્તિ ચેમ્બર ૧ અને ૨ માં તોડવામાં આવી છે અને તેમાંથી પરચુરણ રકમની ચોરી થઈ હોવાનું હાલમાં ફરિયાદમાં જણાવ્યુ છે જેથી કરીને વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News