મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા ગ્રામસભાઓનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા ગ્રામસભાઓનું આયોજન

કોરોના સંક્રમણના ત્રીજા વેવને અટકાવવા સારુ કોવીડ વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક ગ્રામજનોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવા માટે આગામી તા.૧૩/૯ થી તા.૨૪/૯ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવેલ છે.

આ ગ્રામસભાઓમાં સો ટકા અસરકારક વેક્સિનેશન થાય તેવું સુનિશ્ચિત કરવા તેમજ ૧૫ માં નાણાપંચ અંતર્ગત સોલાર રૂફટોપની મંજૂરી આપવા, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કામોના આગોતરાં ભૌતિક અને નાણાંકીય આયોજન અને કામો ના ઠરાવ પસાર કરી બજેટ મંજુર કરવા, સ્વચ્છ ભારત મિશન(ગ્રા.) ફેઝ-૨ હેઠળ ૧૦૦ દિવસના ઝુંબેશ અંતર્ગત વોટર ગ્રેવોટર મેનેજમેન્ટ અર્થે વ્યક્તિગત/ સામૂહિક રેટ્રોફીટીગની કામગીરી, શૌચાલય ન હોય ત્યાં શૌચાલયની કામગીરી ના ગ્રામસભામાં ઠરાવ પસાર કરવા તેમજ સરકારશ્રીની યોજનાકીય કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવા જેવી કામગીરી થશે આ ગ્રામ સભાઓને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના તમામ વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓને જે તે નિયત તારીખ અને સમયે ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ અને જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા આદેશો કરવામાં આવ્યા છે

દાડમના પાક અંગે માર્ગદર્શન અપાયું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ક્રિભકો ના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના રણમલપુર ગામે  તા.૦૮/૦૯ ના રોજ દાડમના પાક  ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના  વૈજ્ઞાનિક ડો. વરું તથા ડીસા કેન્દ્રના  ડૉ.પાવર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ સરડવાએ ખેડૂતોને દાડમના પાકના મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




Latest News