મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પાવળીયારી કેનાલ પાસે મુરઘીના થડાની બાજુમાં થડો મૂકવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીની પાવળીયારી કેનાલ પાસે મુરઘીના થડાની બાજુમાં થડો મૂકવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે મુરઘીના થડા પાસે યુવાને તેના કાકાને મુરઘીનો થડો મૂકવો છે તેવું કહ્યું હતું જેથી કરીને ચાર શખ્સો દ્વારા તેને ગાળો આપીને ધારિયા વડે હુમલો કરીને તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરામાં વાડી વિસ્તાર પાસે રહેતો તૈયબભાઈ ગુલમામદભાઇ માણેક જાતે મિયાણા (૩૨) નામના યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિજામભાઇ ફતેમામદભાઇ મોવર, હાજીભાઇ ફતેમામદભાઇ મોવર, ફારૂકભાઇ ફતેમામદભાઇ મોવર અને મહમદસીદીકભાઇ ફતેમામદભાઇ મોવર રહે. ચારેય કાજરડા ગામ તાલુકો માળીયા(મિ.) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નિજામભાઇનો ત્યાં મુરઘીનો થડો આવેલ છે તેની બાજુમાં તેના કાકાને મુરઘીનો થડો નાખવો છે જેથી કરીને નિઝામભાઈ મોવરે તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારબાદ હાજીભાઈ મોવરે ધારિયા વડે હુમલો કરીને હાથની આંગળીઓમાં ઈજા કરી હતી અને ફારૂકભાઈ મોવર તેમજ મહમદસીદીકી મોવાર દ્વારા તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ તૈયાબભાઈ માણેકને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર સ્મશાનની બાજુમાંથી બાઇક નં જીજે ૩૬ સી ૦૦૧૨ લઈને પસાર થઈ રહેલા શખ્સને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને પોલીસે ૨૫૩૭૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પ્રમોદસિંહ નરેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૦) રહે. નિત્યાનંદ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News