મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ રજૂઆત કરનાર યુવાને હવે તલાટીની બેનામી સંપતિની તપાસ માટે કરી માંગ


SHARE







વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ રજૂઆત કરનાર યુવાને હવે તલાટીની બેનામી સંપતિની તપાસ માટે કરી માંગ

વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતાં ઇલ્લુદીન હબીબભાઇ બાદીએ અગાઉ વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યાર બાદ હાલમાં તેને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તલાટી કમ મંત્રીની બેનામી મિલકતની તપાસ કરવા માટેની માંગ કરી છે.

હાલમાં મહિકા ગામે રહેતાં ઇલ્લમુદીન હબીબભાઇ બાદીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને તલાટી કમ મંત્રી એઝાઝ કદારીની બેનામી સંપતિની તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ઇલ્લમુદીન બાદીએ અગાઉ ગૃહમંત્રીને વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ રજૂઆત કરી હતી કેમ કે, લોકડાઉન દરમિયાન ધંધામાં ખોટ જતાં દેવું ભરપાઇ કરવા માટે તેને અમદાવાદમાં રહેતાં પ્રહલાદસિંહ બહાદૂરસિંહ ચુડાસમા અને તલાટી કમ મંત્રી એઝાજ કાદરી પાસેથી ખેતીની જમીન ઉપર ૩૦ લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતાં. અને ૧૮ માસ સુધી નિયમીત વ્યાજ આપ્યું હતું. અને બાદમાં વ્યાજ નહી ચુક્વી શક્તા તેની જમીન લખાવી લેવામાં આવી હતી ત્યાર બાદમાં વાંકાનેરના પીઆઇ કે.એમ.છાસિયાને રૂબરૂ મળીને અરજી આપી હતી હતી તો તેની સામે આઇપીસી કલમ ૩૮૬ મુજબ ગુનો નોંધવામાં આવેલ નથી જેથી વાંકાનેર સિટી પીઆઇ સામે પગલાં લેવાની માંગ કરી હતી.

હાલમાં ઇલ્લમુદીન હબીબભાઇ બાદીએ તલાટી કમ મંત્રી એઝાઝ કદારીની બેનામી સંપતિની તપાસ કરવા માટેની માંગ સાથે કલેક્ટરને જે રજૂઆત કરેલ છે તેમાં જુદાજુદા સ્થળો ઉપર આવેલ તેની સંપતિ વિષેની માહિતી તેમજ બૅન્કના જુદાજુદા ખાતા તેમજ લોકરની તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ તલાટી કમ મંત્રી પાસે રિવોલ્વર અને બાર બોરનો જોટો છે તે લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરે છે જેથી કરીને હથિયારનું લાયસન્સ રદ કરીને હથિયાર જમા લેવામાં આવે તેવી પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જો કે, અધિકારી દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.






Latest News