મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢમાં સ્વ. વાધજીભાઈ બોડાની પ્રતિમાનું દબાણ દૂર કરવા આદેશ


SHARE







ટંકારાના લખધીરગઢમાં સ્વ. વાધજીભાઈ બોડાની પ્રતિમાનું દબાણ દૂર કરવા આદેશ

રાજ્યના મંત્રીઓ, સહકારી અગ્રણી, સાંસદ ધારાસભ્ય સહિતના અનેક નામાંકિત હસ્તીઓની હાજરીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સ્વ. વાધજી બોડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતું એ જગ્યા સરકારી હોય સામાજિક કાર્યકરે ફરીયાદ કરી હતી જેથી ટંકારા મામલતદારે દબાણ દુર કરવા હુકમ કર્યો હતો અને દંડ ફટકાર્યો છે ત્યારે આવી નક્કર કામગીરી બીજા દબાણોની સામે તંત્ર દ્વારા કયારે કરવામાં આવશે તે સવાલ અહી ઊભો થયો છે

ટંકારા તાલુકના લખધીરગઢ ગામે સહકારી ક્ષેત્રે ખેડૂતોના હિત અને ગ્રામીણ અર્થતંત્ર માટે સતત ચિંતન કરનારા અને જીવનપર્યત ચરિતાર્થ કરનારા સેવાના ભેખધારી નીડર વ્યક્તિત્વ ધરાવનાર સ્વ. વાઘજી બોડાની કાયમી યાદગીરી રહે તે માટે લખધીરગઢ ગામે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ પ્રતિમ મૂકવામાં આવી હતી. જેનું અનાવરણ સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઇ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે ક્રુભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિંઘ યાદવ, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા સહિતના હાજર હતા

જો કે, જે જગ્યાએ પ્રતિમાને મૂકવામાં આવી હતી તે સરકારી ખરાબો હોવાથી સામાજિક કાર્યકર ભરતભાઈ સોલંકીએ ટંકારા મામલતદારને લેખિત ફરિયાદ કરી હતી અને સરકારી જગ્યાએ કોઇ પણ પુર્વ મંજુરી કે માગણી વિના સ્ટેચ્યુ મૂકીને દબાણ કર્યું છે. જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરતા પેશકદમી અંગેનો કેસ સર્કલ ઓફિસર દ્વારા બાપા સીતારામ યુવક મંડળના પ્રમુખ મનસુખ ઓધવજીભાઈ ફેફર સામે કરવામાં આવ્યો હતો અને મામલતદારની સમક્ષ ચાલતા ટંકારા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન સખિયા દ્વારા જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૬૧ હેઠળ દબાણ દુર કરવા હુકમ કરવામાં આવેલ છે અને દંડ કરાયો છે ત્યારે ટંકારા શહેર, ચોકડી અને તાલુકામાં સરકારી જગ્યા ઉપર ખડકેલા દબાણો દૂર કરવા આવી જ નક્કર કામગીરી તંત્ર દ્વારા કયારે કરવામાં આવશે તે સવાલ ઊભો થયો છે






Latest News