મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી ચેક રીટર્ન કેસમાં ત્રણ લાખના વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે છ મહિનાની સજા


SHARE







મોરબી ચેક રીટર્ન કેસમાં ત્રણ લાખના વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે છ મહિનાની સજા

મોરબી શહેરમાં હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર શખ્સને એડી ચીફ જ્યુડી. કોર્ટે સજા ફટકારી છે જેમાં આરોપીને કસુરવાન ઠેરવીને ત્રણ લાખ વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે.

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર આવેલ પંચવટી સોસાયટીના રહેવાસી દિગપાલ મનસુખલાલ ફુલતરિયાએ વર્ષ ૨૦૨૨ માં મોરબીના રાજપર ગામના રહેવાસી કરણ હેમુભાઈ જીલરીયા પાસેથી અંગત ઉપયોગ માટે રૂા.ત્રણ લાખ સંબંધના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે દીગપાલભાઈએ રૂા.ત્રણ લાખનો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં કરણભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ અન્વયે મોરબીના મહે એડી. ચીફ જયુડિ. મેજી. સાહેબની કોર્ટમાં વકીલ કાનજી ગરચર મારફતે ઓક્ટોબર ૨૦૨૨ માં દાખલ કરેલ જે કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. વી.કે. સોલંકીએ આરોપીને છ મહિનાની સાદી કેદની સજા અને ચેકની રકમ ત્રણ લાખનો દંડ અને દંડ ચૂકવવામાં કસુર થયેથી બે મહિનાની કેદ અને દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ તેમજ તેના પર નવ ટકા લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવાનો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબીના એડવોકેટ કાનજી એમ.ગરચર રોકાયેલ હતા.






Latest News