મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. વિવેક બિન્દ્રા સામે કાનૂની લડાઈ કરે તેવા સંકેત


SHARE





મોરબી સિરામિક એસો. વિવેક બિન્દ્રા સામે કાનૂની લડાઈ કરે તેવા સંકેત

મોરબીની સિરામિક ટાઇલ્સને વિવેક બિન્દ્રાએ એક વિડિયોમાં હલકી ગુણવતાની કહી છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં તેની સામે રોષની લાગણી છે અને વિવેક બિન્દ્રાએ બિલ્ડરોની નબળી કામગીરી માટે બનાવેલ વીડિયો જો પાછો ખેચવામાં નહીં આવે તો તેની સામે મોરબી સિરામિક એસો. દ્વારા કાનૂની લડાઈ કરવામાં આવશે તેવું મોરબી સિરામિક એસો.માં પ્રમુખે જણાવ્યુ છે.

હાલમાં મોરબીમાં વિશ્વમાં ૨૦ ટકા અને દેશના ૯૩ ટકા ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને દેશ તેમજ વિદેશમાં માલ મોકલવામાં આવે છે જેથી આજની તારીખે ૬૦૦૦૦ કરોડથી વધુનું આ ઉદ્યોગનું ટર્નઓવર દેશ અને વિદેશમાં છે ત્યારે બિલ્ડરોની નબળી કામગીરી અને છેતરપિંડીની વાત કરવા માટે મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ એક વિડીયો તેના ફેસબુક એકાઉન્ટ ઉપર મૂક્યો છે જેમાં ઇટાલિયન માર્બલની વાત કરીને મોરબીની ટાઇલ્સને હલકી ટાઇલ્સ કહી છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ભારોભાર રોષની લાગણી ફેલાયેલ છે આ અંગે મોરબી સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, મોરબી સિરામિક ટાઇલ્સ આજની તરીકે ૧૮૦ દેશમાં સપ્લાઈ કરવામાં આવી રહી છે અને દુનિયાની આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને અહિયાં ટાઇલ્સ બનાવવામાં આવે છે એટ્લે જ તો આજે અહીનું ૬૦ હજાર કરોડથી વધુનું ટર્નઓવર છે ત્યારે વિવેક બિદ્રાએ જે પાયા વિહોણા વાત તેના વિડિયોમાં કરી છે તેને લઈને ઉદ્યોગકારોમાં ભારે નારાજગી છે અને મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેમ છે જેથી કરીને તુર્ત ફેસબુકમાંથી આ વીડિયો બ્લોક કરવા માટે મોટા પ્રમાણમાં રીકવેસ્ટ મોકલવામાં આવી છે અને વિવેક બિદ્રા સામે કાનૂની કાર્યવાહી કરવા માટેની પણ ચર્ચા ચાલી રહી છે.




Latest News