મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી-માળીયામાં દારૂની રેડ : ૫૯ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા


SHARE











મોરબી-માળીયામાં દારૂની રેડ : ૫૯ બોટલ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા


માળીયા મીયાણા તાલુકામાં પીપપીળા ચાર રસ્તાથી મોટા દહીસરા તરફ જવાના રસ્તા ઉપર આવતી આઈ માતા હોટલની પાછળના ભાગમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ૫૫ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો તેવી જ રીતે મોરબીના જેતપર પીપળી રોડે હરિગુણ પ્લાઝા ની બાજુમાંથી દારૂની ચાર બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી સ્થાનીક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણાના પીપળીયા ચાર રસ્તાથી મોટા દહીસરા તરફ જવાના રસ્તા ઉપર આવતી આઈ માતા રાજસ્થાની હોટલની પાછળના ભાગમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૫૫ બોટલો મળી આવી હોય પોલીસે ૨૪૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા પાંચ હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને સ્થળ ઉપરથી ૨૯૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પ્રતિપાલસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા જાતે દરબાર (૩૨) રહે. મોટા દહીસરા તાલુકો માળીયા મૂળ રહે લીંબડી કર્મચારી નગર સોસાયટી તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને હાલમાં તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ચાર બોટલ દારૂ
મોરબીના જેતપર પીપળી રોડ ઉપર હરી ગુણ પ્લાઝાની બાજુમાં મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની ચાર બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૦૮૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને મહાવીરસિંહ પકુભા વાઘેલા જાતે દરબાર (૨૨) રહે. પીપળી રોડ ગજાનંદ પાર્ક સોસાયટી પીપળી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News