ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપૂર રોડે સ્પાની આડામાં ચાલતા કૂટણખાનામાંથી પકડાયેલ બંને આરોપી જેલ હવાલે


SHARE





મોરબીના લખધીરપૂર રોડે સ્પાની આડામાં ચાલતા કૂટણખાનામાંથી પકડાયેલ બંને આરોપી જેલ હવાલે

મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ સ્પાના હાટડા ખુલી ગયા છે અને તેમાં મોટાભાગે અનૈતિક ધામ ચાલતા હોવાની અનેક ફરિયાદો મળી રહી છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હેલ્લો કિટી ફેમિલી સ્પા પ્રાઇવેટ લિમિટેડમાં બહારથી મહિલાને બોલાવીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્પામાં બહારથી મહિલાને બોલાવનાર શખ્સ તથા કુટણખાનામાં આવેલ ગ્રાહક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કોંડમના પેકેટો સહિત કુલ મળીને ૧૪૩૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યાર બાદ બંને આરોપીને જજ સમક્ષ રજૂ કરીને બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે જો કે, મોરબી શહેરના પ્રાઇમ લોકેશન જેવા વિસ્તારોમાં પણ સ્પાના ગોરખધંધા ચાલી રહ્યા છે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા શા માટે થઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે.


મોરબી શહેર અને જિલ્લાના મુખ્ય વિસ્તારોથી લઈને હાઇવે રોડ ઉપર જુદા જુદા શોપિંગ સેન્ટરોમાં સ્પાની આડમાં અનૈતિક ધામ ચાલી રહ્યા છે તેવી સ્થાનિક લોકો તરફથી અનેક વખત ફરિયાદો મળતી હોય છે પરંતુ જવાબદાર અધિકારી કે કર્મચારી દ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી તે હકીકત છે જેથી કરીને ગામમાં કુટણખાનાના ધંધા બેફામ ચાલી રહ્યા છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હેલ્લો કિટી ફેમિલી સ્પા પ્રાઇવેટ લિમિટેડમાં બહારથી મહિલાઓને બોલાવીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની અને ગ્રાહકોને તમામ સગવડ પૂરી પાડવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હેલ્લો કિટ્ટી ફેમિલી સ્પા ખાતે રેડ કરવામાં આવી હતી.

ત્યારે સ્થળ ઉપર બહારથી મહિલાને બોલાવનાર વિરલભાઈ સુનિલભાઈ પિત્રોડા જાતે લુહાર (૨૫) રહે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી મૂળ રહે રજવાડી રેસ્ટોરન્ટ પાસે ધાંગધ્રા તથા કુટણખાનામાં આવેલ ગ્રાહક ગુડિયા રાજુભાઈ મિશ્રા રહે. હાલ લખધીરપુર રોડ મૂળ રહે મહારાષ્ટ્ર વાળો મળી આવ્યા હતા જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૧ન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(એ) (ડી), ૬(૧) (બી) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને પોલીસે સ્થળ ઉપરથી ૩૩૦૦ રૂપિયા રોકડા, બે મોબાઈલ ફોન, કોન્ડમના પેકેટો આમ કુલ મળીને ૧૪૩૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંનેની ધરપકડ કરીને તપાસનિશ અધિકારી જે.બી. રાણા દ્વારા બંને આરોપીને જજની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં બંને આરોપીઓને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News