મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

માળીયા (મિં.) નજીકથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દારૂ ભરેલ કાર પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ


SHARE





માળીયા (મિં.) નજીકથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દારૂ ભરેલ કાર પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા રેડ કરવામાં આવી હતી ત્યારે માળીયાના વિદરકા ગામ પાસેથી ૨૫૧ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને ૧૦.૯૯ લાખનો મુદામાલ કબજે કરીને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે સામખીયારીથી મોરબી હાઇવે ઉપર આવેલ વિદરકા ગામ પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે ડિસન્ટ હોટલથી અર્જુનનગર જતાં રસ્તા ઉપરથી પસાર થતી કાર નંબર જી.જે. ૩ એચ.કે. ૬૪૫૫ ને રોકીને પોલીસે ચેક કરી હતી જે મહિન્દ્રા એક્સયુવી ગાડીમાંથી દારૂની ૨૫૧ બોટલ મળી આવી હતી માટે પોલીસે દારૂ ભરેલી કાર સાથે વીનેશ રામાભાઈ કોળી (૨૩) રહે. ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૯૪૧૨૫ રૂપિયાનો દારૂ, ૧૦ લાખની ગાડી અને એક મોબાઈલ એમ કુલ મળીને પોલીસે ૧૦,૯૯,૯૦૫ નો મુદામાલ કબજે કર્યો હતો અને ત્યારે પોલીસે પકડેલ આરોપીને રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા રહે. મોટી ખીરઇ વાળાએ દારૂ ગાડીમાં ભરી આપ્યો હતો અને અરવિંદસિંહ ઝાલાએ પાયલોટિંગ આપ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્રણ શખ્સ તેમજ દારૂ મંગવાનાર આમ કુલ મળીને ચાર સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે અરવિંદસિંહ પરબતસિંહ ઝાલા જાતે દરબાર (૪૩) રહે. મોટી ચિરઈ તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ રામકો સોસાયટીમાં રહેતા ઝવેરભાઈ મોતીભાઈ ડાભી નામના ૪૬ વર્ષીય આધેડ પોતાના પુત્રના બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા અત્યારે ઘુંટું ગામ પાસે આવેલ નવસર્જન સ્કૂલ પાસે સ્પીડબ્રેકરના લીધે તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઇજાઓ પામતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા સંજયભાઈ સાધાભાઈ સવસેટા (ઉંમર ૨૫) અને જમીલ યુસુફભાઈ માડકીયા જાતે ઘાંચી (ઉમર ૧૪) નામના બે યુવાનોને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર અને બંધુનગર વચ્ચે આવેલ ઇટાલિકા સિરામિક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા બંનેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News