મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં પંજાબ નેશનલ બેંક પાસે રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યો : ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં પંજાબ નેશનલ બેંક પાસે રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યો : ગુનો નોંધાયો

મોરબીમાં સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ પંજાબ નેશનલ બેંક પાસે પગપાળા ચાલીને જતા યુવાનને કાર ચાલકે હડફેટે લીધો હતો જેથી યુવાન રસ્તા ઉપર નીચે પડતા તેને પગમાં નળાના ભાગે ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં મકરાણીવાસમાં બાલમંદિર પાસે રહેતો સત્તારભાઈ હુસેનભાઇ શેખ જાતે મુસ્લિમ (૩૮) નામનો યુવાન મોરબીમાં સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ પંજાબ નેશનલ બેંક પાસે જીવરાજ મોતીભાઈ ખાંડ વાળાની દુકાન બાજુ પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કાર નં જીજે ૩૬ એએફ ૧૧૭૯ ના ચાલકે તેને ઠોકર મારી હતી જેથી કરીને તેને જમણા પગના નળાના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને શરીરને નાના મોટી ઈજા હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જીને નાસી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

સારવાર દરમિયાન યુવાનનું મોત

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ સીરામીક યુનીટના કવાટરમાં રહીને મજૂરી કામ કરતા અરબાઝ ઈર્શાદશાહ નામના ૧૮ વર્ષના યુવાનને ગત જાન્યુઆરી મહિનામાં બીમારી સબબ મોરબીની સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગત તા.૧૯-૧ ના રોજ અરબાઝ નામના ૧૮ વર્ષના મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું.રાજકોટ ખાતેથી ષે અંગેના કાગળો આવતા હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ અબ્બાસભાઈ ભટ્ટી નામના ૧૯ વર્ષના યુવાનને મોરબી કંડલા બાઇપાસ ઉપર આવેલ નેકસસ સિનેમા નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચેલી હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરવામાં આવેલી હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News