અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

અસલામત મોરબી : નાની કેનાલ રોડે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી..!


SHARE





અસલામત મોરબી : નાની કેનાલ રોડે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી..!

મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇક મૂકવામાં આવ્યું હતું તે બાઇકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ  ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમ શિવ પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નં- ૪૦૨ માં રહેતા અશોકભાઈ હીરજીભાઈ કડીવાર જાતે પટેલ (૩૨) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઓમ શિવ પેલેસના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નં. જીજે ૩ ઇપી ૧૬૪૫ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની અશોકભાઈ કડીવારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

રાજસ્થાનના અજમેર જિલ્લાના અસલાલી વિસ્તારના રહેવાસી સોવનસિંગ પિતાસિંગ રાવત નામના ૪૨ વર્ષના યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા અણીયારી ટોલનાકા પાસે ધુમસના લીધે વહેલી સવારે એક પાછળ એક અનેક વાહનો ટકરાયા હતા.જેમાં ટ્રક લઈને જતાં સોવનસિંગ રાવતને પણ ઇજાઓ પહોંચી હતી જેથી તેને મોરબીના જેતપર ગામે આવેલ પીએચસી ખાતે સારવારમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

ઝેરી દવા પી જતા સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સજજનપર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં શંકરભાઈ કટુભાઈ ભીલ જાતે આદિવાસી નામના ૨૮ વર્ષના યુવાને વાડી વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.



Latest News