મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ


SHARE







મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે જે જર્જરિત બની ગયો છે જેથી કરીને પાણીનો ટાંકો તૂટી પડે તેવી દહેશત છે માટે આ જૂના ટાંકાને તોડીને નવો ટાંકો બનાવવામાં આવે તવી મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજયના પાણી પુરવઠા મંત્રી અને સાંસદને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે તે જર્જરીત હાલતમાં છે અને તેની બાજુમાંથી ઘણા વાહનો અને રાહદારીઓ નીકળે છે ત્યારે જો આ ટાંકો તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણ નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને આ જૂના ટાંકાને તોડીને નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News