મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદની પારેખ ફળીમાં મકાન પાસેથી બાઈકની ચોરી


SHARE











હળવદની પારેખ ફળીમાં મકાન પાસેથી બાઈકની ચોરી

હળવદ શહેરમાં આવેલ પારેખ ફળીમાં રહેણાંક મકાન પાસે યુવાને પોતાનું બાઈક પાર્ક કર્યું હતું જે બાઇકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી પ્રમાણે હળવદની પારખ ફળીમાં રહેતા અભિષેકભાઈ સુભાષચંદ્ર જોશી જાતે બ્રાહ્મણ (૩૮) એ પોતાનું બાઈક નં જીજે ૧૨ કેકે ૯૬૬૦ પોતાના ઘરની બહાર પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને અભિષેકભાઈ જોશી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ગળપાદર ગાયત્રી સોસાયટીમાં રહેતા જયરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા જાતે દરબાર (૩૦) એ ટ્રક કન્ટેનર નં જીજે ૧૨ એઝેડ ૧૬૦૬ ના ચાલક સોહનસિંહ પીથાસિંહ રહે. ટિકલીયા રૂપનગર અરનલી બિયાવર અજમેર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં માળિયા હળવદ હાઇવે ઉપર અણીયરી ટોલનાકા પાસે ટોલ પ્લાઝામાં લાઈનમાં તેણે પોતાનું ટ્રક કન્ટેનર નં જીજે ૧૨ બીટી ૧૧૯૯ ઊભું રાખ્યું હતું જેની પાછળના ભાગમાં આવીને આરોપીએ તેનું ટ્રક કન્ટેનર અથડાવ્યું હતું જેથી કરીને સોહનસિંહને પગમાં ઈજા થઈ હતી અને બંનેના વાહનમાં નુકસાની થઈ હતી જેથી કરીને હાલમાં જયરાજસિંહ ઝાલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં યુવાનને ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર અજીતભાઈ કાંજીયા નામના ૩૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો અને સિવિલ હોસ્પિટલના સૂત્રો તરફથી જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે કુળદેવી પાન પાસે નજીવી વાતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ધર્મેન્દ્ર અજીત કાંજિયા નામના યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડાયો છે.






Latest News