મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુથી લખધીરપુર જવાના રસ્તે કેબિનમાં શૉટ સર્કિટ થતાં ડમ્પર બળીને ખાખ


SHARE







મોરબીના ઘુટુથી લખધીરપુર જવાના રસ્તે કેબિનમાં શૉટ સર્કિટ થતાં ડમ્પર બળીને ખાખ

મોરબી નજીકના ઘુટુથી લખધીરપુર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ડમ્પરનો ચાલક પોતાનું વાહન લઈને જતો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે ડમ્પરની કેબીનમાં આગ લાગી હતી અને ત્યારબાદ ડમ્પર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું જેથી આ અંગેની ડમ્પરના ચાલકે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતા હમીરભાઈ ટપુભાઈ મિયાત્રા (૪૩) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી નજીકના ઘૂટુંથી લખધીરપુર રોડ તરફ જવાના રસ્તા ઉપરથી તે પોતાના હવાલા વાળું ડમ્પર જીજે ૩૬ ટી ૭૯૫૮ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે ડમ્પરની કેબિનમાં આગ લાગી હતી અને જોત જોતામાં ડમ્પર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું જેથી બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના માથક ગામે રહેતા હરેશ ધરમભાઈ રાઠવા (૧૮) નામના યુવાનને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને હળવદ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી

મારા મારીમાં ઇજા

મોરબી શહેરની ત્રાજપર ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા શૈલેષ રમેશભાઈ શેખવા (૧૭) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં શૈલેષ શેખવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News