વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલા યુવાન સારવારમાં


SHARE











મોરબીની ત્રાજપર ચોકડી પાસે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલા યુવાન સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી થી મહારાણા પ્રતાપ સર્કલ તરફ બાઇક લઈને  આવી રહેલ યુવાનના બાઈક આડે ગાય આવી હતી જેથી કરીને ગાય સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ધરમપુર ગામે રહેતો બીપીનભાઈ લાભુભાઈ જીજવાડીયા નામનો ૨૬ વર્ષીય યુવાન મોરબીની ત્રાજપર ચોકડી થી મહારાણા પ્રતાપ સર્કલ તરફ આવતા રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતો હતી ત્યારે ત્યાં અચાનક ગાય આદિ ઉતરી હતી જેથી કરીને ગાય સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવની અંદર યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ પાસેથી સર્કિટ હાઉસ તરફ જતા રસ્તા ઉપર બાઈકમાં પાછળના ભાગે બેસીને નવીન મુકેશભાઈ પરમાર (૧૦) નામનો વેજીટેબલ રોડ ઉપર રહેતો બાળક બાઇકમાંથી નીચે ઉતારવા માટે કૂદકો મારતા તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવતી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં
મોરબીમાં આવેલ બેઠા પુલ પાસે પાડાપુલ નીચેના ભાગમાં રહેતા કાંતિ મહારાજ છગનભાઈ (ઉંમર ૭૦) નામના વૃદ્ધને કોઈ કારણોસર ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની જાણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામે રહેતો રજાક ગફારભાઈ મોવર (૩૦) નામનો યુવાન મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ નાસ્તા ગલીમાં હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવવામાં ઇજા થવાથી રજાક મોવરને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News