તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામ આંબેડકરનગરમાં મકાનમાંથી 4.450 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા: એકની શોધખોળ


SHARE











મોરબીના રફાળેશ્વર ગામ આંબેડકરનગરમાં મકાનમાંથી 4.450 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા: એકની શોધખોળ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી 4.450 કિલો ગાંજાના જથ્થા સાથે ઘરધણી સહિત બે શખ્સ મળી આવ્યા હતા જે કરીને પોલીસે ગાંજો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, વજન કાટો સહિત 53,300 ની કિંમતમાં મુદ્દા માલ કબજે કરેલ છે અને હાલમાં પકડાયેલા બંને આરોપીના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને વધુ એક બનાસકાંઠાના શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં એસઓજીની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે દરમિયાન એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામમાં આંબેડકરનગરમાં રહેતા અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો છે જેથી કરીને પોલીસે તેના ઘરે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 4.450 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 44,500 ની કિંમત નો ગાંજાનો જથ્થો તથા બે મોબાઈલ ફોન, 7100 ની રોકડ, એક વજન કાંટો વગેરે મુદ્દા માલ મળીને 53,300 ની કિંમત નો માલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈ (55) અને બાબુભાઈ પાલાભાઈ રાઠોડ (50) રહે બંન્ને આંબેડકર નગર રફાળેશ્વર વાળાની અટકાયત કરી છે અને તેના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ બંને શખ્સો પાસેથી બનાસકાંઠાના કરસનભાઈ ભીખાભાઈ વાઘેલાનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણેયની સામે એસઓજીના પીએસઆઇ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા સંજયભાઈ કાળુભાઈ આલ જાતે રબારી (23) એ કાર નંબર જીજે 1 કેવી 333 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તે પોતાની પત્ની હેતલબેનને બાઈકમાં પાછળના ભાગે બેસાડીને હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર કવાડીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં બાઇકમાં પાછળના ભાગે બેઠેલ ફરિયાદીની પત્ની ને જમણા પગના ઢીંચણ પાસે હાડકું ભાંગી ગયું હતું અને માથાના ભાગે ઇજા થયેલ હોવાથી ત્રણ ટાંકા આવ્યા હતા જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News