મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે કૌટુંબિક ભાભી સાથે સર્કસનો ખેલ કરવા આવેલ બાળકનું અપહરણ  


SHARE











મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે કૌટુંબિક ભાભી સાથે સર્કસનો ખેલ કરવા આવેલ બાળકનું અપહરણ  

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે સર્કસનો ખેલ કરવા માટે સગીર બાળક તેની કૌટુંબિક ભાભી સાથે આવ્યો હતો ત્યારે તેનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ બાળકની બહેન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા અપહરણનો ગુનો નોંધીને બાળકને શોધવા માટે થઈને કવાયત શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છતીસગઢના બિલાસપુર જિલ્લાના પછપેડી ગામની રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર સીએનજી પમ્પની બાજુમાં ઝૂંપડામાં રહેતી કરણ રામકુમાર રામખેલાવન જાતે નટ બજાનીયા (૧૯) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈના અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો નાનો ભાઈ ધર્મેન્દ્ર (ઉંમર ૧૩.૭) મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશન પાસે તેની કૌટુંબિક ભાભી ધનબાઈ સાથે રસ્સી અને ઢોલક સાથે સર્કસના ખેલ કરવા માટે થઈને ગયો હતો અને બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈએ તેનું અપહરણ કર્યું છે જેથી કરીને ભોગ બનેલ બાળકની બહેન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બનાવની ગંભીરતાને સમજીને તાત્કાલિક અપહરણનો ગુનો નોંધી સગીર બાળકને શોધવા માટે અને અપહરણ કરનારને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

મારામારીમાં ત્રણને ઇજા
મોરબીના સામાકાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતા લાભુબેન સવજીભાઈ પરમાર નામના ૩૮ વર્ષીય મહિલાને તેમજ બાજુમાં રહેતા રેખાબેન ભલાભાઇ ચાવડા (૩૫) અને કૈલાશબેન ભલાભાઇ ચાવડા (૧૬) એમ ત્રણને ઇજાઓ પહોંચી હોય ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સુત્રો તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આદર્શ હોટલની પાસે રહેતા રેખાબેન રમેશભાઈ ચૌહાણ નામની ૩૦ વર્ષીય મહિલાને મારામારીમાં ઈજા થતા તેણીને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી પોલીસમાં જાણ થતા પોલીસે તપાસ કરી હતી અને તપાસમાં ખુલ્યું હતું કે પતિ દ્વારા માર મારવામાં આવતા રેખાબેનને સારવારમાં દવાખાને ખસેડાયા હતા.

ઝેરી દવા પી જતા સારવારમાં
હળવદના સમલી ગામે વાડી વિસ્તારમાં હનુમાન મંદિરની પાસે રહેતો મેહુલ વિનાભાઈ રાવળદેવ નામનો ૨૫ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જેને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવેલ છે.જયારે મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગરમાં રહેતા અલ્લારખાભાઈ અયુબભાઇ કચ્ચા નામનો ૩૪ વર્ષનો યુવાન બાઇકમાં જતો હતો ત્યારે વીસીપરા વિસ્તારમાં તે બાઈકમાંથી અકસ્માતે નીચે પડી જતા ઇજાઓ પહોંચતા તેને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો જેથી બનાવને પગલે જાણ થવાથી હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.
 






Latest News