મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ


SHARE







હળવદમાં બુધવારે મૅગા નેત્રયજ્ઞ કેમ્પ

હળવદમાં રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે સદગુરુ મૅગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખના મોતિયાનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, બુધવારે તા ૮ ના રોજ સવારે ૯:૩૦ થી ૧૨: ૩૦ વાગ્યા સુધી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે આ કેમ્પ રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે યોજાશે. જેમાં આંખના મોતિયાનું નિદાન તેમજ ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજર દર્દીઓને તપાસી આપશે અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તેવા દર્દીઓને રાજકોટમાં રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે અને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા સહિત દવા ટીપાં ચશ્માં અને રહેવા જમવાની ઉત્તમ તમામ સુવિધા નિઃશુલ્ક રીતે સેવા આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ હળવદ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા અગાઉથી નામ નોંધવવા માટે ૯૮૨૫૭ ૧૬૪૫૭, ૯૮૨૫૭ ૩૫૦૫૫ પર સંપર્ક કરવાનો રહેશે.

 




Latest News