મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાના  ભાગેડુ આરોપી ઓરેવાના જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી કરાશે


SHARE











મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાના  ભાગેડુ આરોપી ઓરેવાના જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી કરાશે
 

મોરબીમાં થોડા સમય પહેલા થયેલ જૂલતાપુલ દુર્ઘટના કે જેમાં ૧૩૫ જેટલા લોકોના મોત નિપજયા હતા અને તે તમામના મોત માટે જેને મુખ્ય જવાબદાર વ્યક્તિ ગણવામાં આવી રહ્યા છે તે ઓરેવાના જયસુખભાઇ પટેલ કે જેને છેલ્લા ઘણા સમયથી પોલીસ શોધતી હતી પણ મળતા ન હતા.. અને બાદમાં ચાર્જસીટ રજુ થતા અને ચાર્જસીટમાં જયસુખભાઇને ભાગેડુ આરોભી તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને અંતે તેનું નામ ચાર્જશીટમાં દાખલ થતા આવતી કાલ તા.૧-૨ ને બુધવારના રોજ તેની મુદત હતી.દરમ્યાનમાં આજે તા.૩૧-૧ ને મંગળવારના રોજ સામે ચાલીને ઓરેવાના સુપ્રીમો અને ભાગેડુ આરોપી તરીકે દર્શાવાયેલા જયસુખભાઈ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે.જેથી હવે કોર્ટ દ્વારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી શકે છે અને પોલીસ દ્વારા જયસુખભાઇ પટેલનો કબ્જો લેવામાં આવી શકે છે અને બાદમાં ૨૪ કલાક બાદ પુન: તેમને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ હાલ કોર્ટ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબીનો જુલતા પુલ છેલ્લા ઘણા વર્ષોથી મોરબી નગરપાલિકા પાસે છે જોકે, પાલિકા દ્વારા ગત માર્ચ ૨૦૨૨ માં કરાર કરીને આ ઝુલતો પુલ મોરબીના ઓરેવા ગ્રુપને સંચાલન માટે સંપૂર્ણ જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો હતો જે પુલ તા.૩૦-૧૦-૨૦૨૨ ના રોજ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ જેટલા લોકોના જીવ ગયા હતા અને તેની તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ચાર્જશીટ મુકાયું છે તેમાં ભાગેડુ આરોપી દર્શાવવામાં આવેલ અને કોર્ટ દ્વારા અગાઉ પકડાયેલા નવ આરોપીઓને ચાર્જશીટની કોપી બે દિવસ પહેલા આપવામાં આવી હતી જો કે, સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ લેવામાં આવેલા નિવેદનની કોપી હાલમાં આપવામાં આવી નથી પરંતુ જે ચાર્જશીટની કોપી આપવામાં આવી છે તેમાં એવી માહિતી સામે આવી હતી કે, આઠથી બાર મહિના સુધી પૂલનું કામ કરવાનું હતુ જો કે, છ માહિનામાં પેટા કોન્ટ્રાક્ટ આપીને ઝડપથી પુલનું કામ પૂરું કરીને પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને આ પુલને ખુલ્લો મુક્તા પહેલા સ્ટ્રેંથ સ્ટેબિલિટી સર્ટીફિકેટ લેવામાં આવ્યું ન હતું આવી ઘણી ઊડીને આંખે વળગે તેવી અનેક બેદરકારીઓ સામે આવી છે.જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હતું તેમજ આગામી તા.૧-૨ ના રોજ જયસુખ પટેલના દ્રારા કરાયેલ આગોતરા જામીન માટેની અરજીની સુનાવણી થવાની હતી ત્યારે તેના આગલા દિવસે આજે એટલે કે તા.૩૧-૧ ના રોજ જયસુખ પટેલ દ્વારા કોર્ટમાં સરેન્ડર કરવામાં આવેલ છે.

મોરબીના લોકોને હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ઝૂલતો પુલ હતો જે તા.૩૦-૧૦-૨૨ ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે અને તૂટી પડવાના લીધે હવે મોરબીવાસીઓ માટે કાયમી ધોરણે બંધ થઈ ગયો છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આ ગમખવાર અકસ્માતની ઘટનામાં મોરબી શહેરની અંદર રહેતા તેમજ જુદા જુદા જિલ્લા અને તાલુકાઓમાંથી મહેમાન બનીને મોરબી આવેલા ૧૩૫ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી કરીને જુલતા પુલની દુર્ઘટના મોરબી સહિત ભારત અને વિદેશમાં ચર્ચાસ્પદ બની ગયેલ હતી અને આ ઘટનામાં સમય મર્યાદામાં તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને ગત સોમવારે કોર્ટે આ કેસમાં અગાઉ પકડાયેલા નવ આરોપીઓને કોર્ટમાં હાજર રાખીને તેમને ચાર્જશીટની કોપી આપી દીધેલ છે જો કે, તપાસનીસ અધિકારી દ્વારા સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ લેવામાં આવેલા પાંચથી વધુ નિવેદનની કોપી હાલમાં આરોપીઓને આપવામાં આવી નથી જેના માટેની દલીલ આગામી તા.૧-૨ ના રોજ કરવામાં આવશે તેની સાથો સાથ તે જ દિવસે મોરબીની કોર્ટમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલના આગોતર જામીન માટે કરાયેલ અરજીની પણ સુનાવણી થવાની હતી ત્યાર પહેલા તેના આગલા દિવસે આજે જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કરેલ છે.

હાલમાં જે ચાર્જશીટ મૂકવામાં આવ્યું છે તેની જે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસે આ ગુનામાં કુલ મળીને નવ આરોપીઓની ધરપકડ કરેલ છે અને ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યા હતા.એફએસએલની ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, જે મુખ્ય બે કેબલ ઉપર બ્રિજ હતો તેનું ઇન્શપેક્સન કે પછી મેંટનન્સ વર્ષ ૨૦૦૮ થી લઈને પુલ તૂટી પડ્યો ત્યાં સુધીમાં કયારે પણ કરવામાં આવ્યું જ નહીં અને જે બે કેબલ ઉપર પુલ હતો તે પૈકીનાં એક કેબલના કુલ ૪૯ કેબલમાંથી ૨૨ કેબલમાં કાટ લાગી ગયો હતો અને ટેકનિકલ માણસો પાસે કામ કરાવવાના બદલે માત્ર ફેબ્રિકેશનનું કામ કરનારા એજન્સી પાસે કામ કરાવ્યુ હતું અને પહેલા વર્ષ ૨૦૦૮ માં લાકડા કાઢીને એસીપીની સીટ ફિટ કરવામાં આવી હતી તેના બદલે વર્ષ ૨૦૨૨ માં હનીકોમ શીટ ફિટ કરી હતી અને તેના ધાતુનો સી ચેનલનો સપોર્ટ ઉમેરીને ઝડપી પુલનું કામ પૂરું કરીને પુલને આઠ કે બાર મહિના સુધી રિપેરિંગ કામ માટે બંધ રાખવાનો હતો તેના બદલે છ મહિનામાં કામ વહેલી પૂરું કરીને ઘણી બેદરકારી રાખવામા આવી હતી જે બાબત આટલા લોકોના જીવ માટે ઘાતક નિવડેલ છે.

આટલુ જ નહીં પુલને ચાલુ કરતાં પહેલા તેનું ટેકનિકલ એક્ષપાર્ટ પાસેથી કોઈ સ્ટ્રેંથ સ્ટેબિલિટી સર્ટી લેવામાં આવ્યું ન હતું જેનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવેલ અને વધુમાં મળતી માહિતી મુજબ કામ રાખનાર ઓરેવા ગ્રૂપને સારી રીતે ખબર હતી કે નીચેના ભાગે નદી છે તેમ છતાં પણ લોકોને લાઈફ ગાર્ડ જેકેટ આપવામાં આવતા ન હતા, પુલ ઉપર કેટલા લોકોને જવું તે નિશ્ચિત ન હતું, બિન અનુભવી સિક્યુરિટી ગાર્ડ હતા, હોડકા કે તરવૈયાઓની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી આવી અનેક બેદરકારીઓ સામે આવી છે.

ખાસ કરીને હાલમાં નવ આરોપી પકડાયેલા છે તેનું ચાર્જશીટ મૂકવામાં આવેલ છે અને તેમાં જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ.એટલું જ નહીં તે નજીકના ભવિષયમાં મળી આવવાની સંભાવના પણ નહિવત દર્શાવવામાં આવી હતી તેવામાં મોરબીની કોર્ટમાં જયસુખભાઈ પટેલના વકીલ મારફતે આગોતરા મુકવામાં આવેલ તેની અરજીની સુનાવણી પણ આવતી કાલે હાથ ધરવામાં આવવાની હતી જેના આગલા દિવસે આજે તા.૩૧-૧ ના જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કરેલ છે.






Latest News